GSTV
Home » News » બેફામ ભ્રષ્ટાચારના દૂષણથી ખદબદી રહેલું ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ

બેફામ ભ્રષ્ટાચારના દૂષણથી ખદબદી રહેલું ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ

ક્રિટિકલી  પોલ્યુટેડ  જીઆઈડીસીના નામની કાળી ટીલી ગુજરાતના ઉદ્યોગોને કપાળે લાગી હોવા છતાંય પ્રદુષણને ઓછું કરવાને બદલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ઉદ્યોગોના ખિસ્સા ખંખેરતું રહે છે અને બેફામ પ્રદુષણ કરનારાઓને છુટ્ટો દોર  આપતું રહે છે. આ રીતે  ગુજરાતના જળ, જમીન, જંગલ અને વાયુનું સત્યાનાશ કાઢી રહેલા ઉદ્યોગોને છાવરી પણ રહ્યું હોવાની ફરિયાદ  મળી રહી છે. 

અમદાવાદની ઇન્ટાસ ફાર્માને ક્લોઝર નોટિસ આપ્યા પછી તેની પાસેથી મોટી રકમ મળી જતાં ક્લોઝર નોટિસને પાછી ખેંચી લેવામાં આવી હતી.  ભયંકર પ્રદુષણ ફેલાવવા માટે સંખ્યાબંધવાર ક્લોઝર નોટિસ મેળવનાર મેઘમણી ગુ્રપની અત્યારે બહુ જ ખુશીથી સાચવવામાં આવી રહી છે. 

તેમના તમામ કંપનીઓના પ્રદુષણ અંગે સવાલ કર્યા વગર તેમના તમામ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દેવામાં આવી રહી છે. ભયંકર પ્રદુષણ કરતી આવેલી અને વારંવાર જીપીસીબીના ક્લોઝરનો ભોગ બનેલી મેઘમણી ગુ્રપની કંપનીઓને પણ પર્યાવરણના ભોગે સાચવી લેવાની કુશળતા જીપીસીબીના વગદાર અધિકારીઓએ કેળવી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

સુરતની કલર ટેક્સને ક્લોઝરની નોટિસ આપ્યા પછી ક્લોઝરની નોટિસ પછીની કાર્યવાહી અધૂરી જ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. અધિકારીઓ ખુશ થાય તે પછી કાયદાની ઐસી તૈસી કરીને પ્રદુષણ કરનારાઓને બેરોકટોક પ્રદુષણ કરવાની છૂટ મળી જતી હોવાનું જાણકારોનું કહેવું છે. અમદાવાદની બોડલ કેમિકલ્સના માલિકો સાથે તો જીપીસીબીના અધિકારીોને એટલું બધં ફાવી ગયું છે કે તેમના અધિકારીઓ બોડલ કેમિકલ્સમાં તપાસ કરવા નીકળે તે પહેલા જ તેના માલિકને તેની આગોતરી જાણકારી ફોનથી પહોંચાડી દેવામાં આવે છે. પરિણામે અધિકારીઓ પહોંચે તે પહેલાં બધું જ વ્યવસ્થિત કરી દેવાનો મોકો તેમન મળી જાય છે. આમ અધિકારીઓની વફાદારી ગુજરાતના નાગરિકો, સરકારે કરતાંય વધુ વફાદારી ઉદ્યોગ પ્રત્યેની હોવાનું જણાઈ રહ્યું છે. અમદાવાદના અરવિંદ ગુ્રપ સાથે પણ આજ પ્રકારનો વ્યવહાર કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદના કીરી ડાઈઝના એકમ સામે પ્રદુષણ ફેલાવવાના આક્ષેપો થયા તે પછીય તેમના અતિશય પ્રદુષણ ફેલાવનાર આ કંપનીને ક્લિનચિટ આપી દેવામાં આવી છે. આ કંપની જીપીસીબીના ટોચના અધિકારીઓને સારી પેઠે સાચવી લેવાની કુશળતા ધરાવે છે. દરિયામાં ગંદા પાણીનો નિકાલ કરવાની છૂટ આપીનેે ગ્લેનમાર્કે (દહેજ)ને પણ ખાસ્સી સાચવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. વાગરાના જ્યુબિલિયન્ટ ગુ્રપના પ્રદુષણ સામે પણ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. 

પ્રદુષણ નિયંત્રણના તમામ નિયમોને નેવે મૂકી દઈન ેગુજરાત ફ્લુરો કેમિકલ્સને જીપીસીબીના અધિકારીઓ સાચવી રહ્યા છે. પાનોલીની પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝને પણ માનવ આરોગ્ય માટે જોખમી ગેસ છોડવાની અનુમતી મળી ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. તેની પરિસરમાં આવેલા ગામડાંના લોકોની ફરિયાદ પર જરાય ધ્યાન આપવામાં આવતું નથી. ખાસ આદમીએ ખુશ કર્યા હોય ત્યારે આમ આદમીની સમસ્યા પરત્વે આંખ આડા કાન કરવામાં જીપીસીબીના અધિકારીઓને કે તેમની સાથેની મિલીભગતમાં કામ કરતાં રાજકારણીઓને જરાય તકલીફ પડતી નથી.

પાનોલીની હિમાની ઓર્ગેનિક્સ કે વાપીના એન.આર. અગ્રવાલ ગુ્રપના પ્રદુષણ સામે જીપીસીબીના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો છે. ખેતીની જમીન ખરાબ થતી હોય તો છો થાય પરંતુ જીપીસીબીના અધિકારીઓ ખુશ રહેવા જોઈએ તેના પર ઉદ્યોગોએ ધ્યાન આપવું જોઈએ તેવી માનસિકતા સાથે જીપીસીબીના અધિકારીઓ કાર્ય કરી રહ્યા છે. 

જીપીસીબીના અધિકારીઓની માગણી સામે વિરોધ નોંધાવનારા આરતી ગુ્રપના પ્રમોટરોને જીપીસીબીના અધિકારીઓએ સતત હેરાન કરીને નાકે દમ લાવી દીધો હોવાની નનામી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. સુરતના સ્પેક્ટ્રમ ડાઈઝના એકમને પણ ધાકધમકી આપીને જીપીસીબીના અધિકારીઓએ ખંખેરી લીધા હોવાની ફરિયાદ થઈ છે. લુથરા ડાઈંગ એન્ડ કેમિકલ ગુ્રપને પણ જીપીસીબીના અધિકારીઓ પર્યાવરણના ભોગે સાચવી રહ્યા હોવાની બજારમાં ચર્ચા છે. 

જીપીસીબી મોટા ઉદ્યોગો પાસેથી રૂા.૧થી ૨ કરોડની બૅન્ક ગેરેન્ટી માગે છે. ત્યારબાદ તે જપ્ત કરી લેવાની ધમકી આપતા રહીન ેતેમને સમયાંતરે ખંખેરતું રહે છે.

જીપીસીબીથી બચવા કેટલી કિંમત ચૂકવવી પડી રહી છે

  •  – ઇન્સ્પેક્શન કરવા આવનારી ટીમને સાચવવાની કિંમત રૂા. ૫૦,૦૦૦થી રૂા.૧,૦૦,૦૦૦
  • – પ્રદુષણ નિયંત્રણ માટે કલેક્ટ કરવામાં આવેલા અન લેબમાં મોકલવામાં આવેલા સેમ્પલ બદલવાના રૂા. ૫૦,૦૦૦
  • – એન.ઓ.સી. કન્સેન્ટનો ભાવ રૂા. ૨, ૫ અને ૧૦ કરોડ. ઉદ્યોગને થતાં નફાના પ્રમાણમાં લેવાતી રકમ

READ ALSO

Related posts

આજે રૂપાણીની કેબિનેટ બેઠકમાં નવા ટ્રાફિક નિયમ લાગુ કર્યા બાદ લોકોના વલણ પર થશે ચર્ચા

Arohi

રાતે મારી પત્ની સાથે ચેટીંગ કરે છે એસપી સાહેબ!, પીડિત પતિએ કરી DGP સમક્ષ ફરિયાદ

pratik shah

બોરીવલીમાં બસમાં બે મગર લઈ જનાર ડ્રાઈવર સહિત ત્રણની ધરપકડ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!