GSTV

વિધાનસભા ચૂંટણીના દોઢ વર્ષ પહેલા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો, કેજરીવાલની મુલાકાત અને બેઠકથી અનેક તર્કવિતર્ક

Last Updated on June 12, 2021 by Pritesh Mehta

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આમ તો દોઢ વર્ષની વાર છે. પરંતુ તમામ રાજકીય પક્ષો અત્યારથી જ સોગઠાબાજી ગોઠવવામાં લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતના એક દિવસ પ્રવાસે આવી રહ્યા છે. જે દરમ્યાન આપના પ્રદેશ માળખાને લઇને ચર્ચા થશે.

વિધાનસભા

આ તરફ ગુજરાતના પ્રવાસ દરમ્યાન ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવે સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક આગામી વિધાનસભા ચૂંટણીને લઇને મંથન કર્યું. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની વરણી ટલ્લે ચડી છે.

પાટીદાર

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે જેની વરણી નિશ્ચિત મનાય છે તે અવિનાશ પાંડે પહેલા કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મુલાકાત કરશે. જે બાદ નિમણુંકોની કામગીરી આગળ વધશે. તો કાગવડના ખોડલધામમાં આયોજીત લેઉઆ અને કડવા પાટીદારોની બેઠકે ચોમાસામાં પણ રાજકીય ગરમી વધારી દીધી છે. પાટીદારોએ વર્ષ 2022માં સમાજમાંથી સીએમ બને તેવી ઇચ્છા વ્યક્ત કરતા ગુજરાતની રાજનીતિમાં નવા વમળો પેદા થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Tokyo Olympics: 10 વર્ષની ઉંમરથી લીધી ટ્રેનિંગ, પિતા રોજ 40 કિમી દૂર સુધી દૂધ-ફળ આપવા આવતા પિતા, જાણો કોણ છે રવિ દહિયા

Bansari

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah

એલર્ટ/ જૂની નોટ કે સિક્કાને ખરીદી કે વેચી રહ્યાં હોય તો ચેતજો, RBIએ આપી આ ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!