GSTV

ગુજરાતમાં 25 વર્ષથી ચાલતું હતું માત્ર 2 પક્ષોનું રાજકારણ, આપની એન્ટ્રી થઇ અને બદલાઈ ગયા બધા સમીકરણ

Last Updated on September 11, 2021 by Pritesh Mehta

ગુજરાતના રાજકારણ અને સત્તાકારણમાં છેલ્લાં 25 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષ વચ્ચે જ લડાઈ ચાલતી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યથી સંસદ સુધી ભાજપનો દબદબો જ ચાલી રહ્યો છે. આ સમયે ગુજરાતમાં એકાએક આમઆદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી સાથે જ ગુજરાતના રાજકારણમાં નવાં સમીકરણો બનવા લાગ્યાં છે. જેનો લાભ રાજ્યની પ્રજાને મળી શકે છે. એની સાથે મતદારોને ચૂંટણીમાં પણ એક વિકલ્પ મળી રહ્યો છે. બીજીતરફ છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસ શેકેલો પાપડ પણ ભાગી નથી શકી. પરંતુ ગત વર્ષની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત બાદ AAPના પરિવર્તનથી ભાજપમાં ફફડાટ ફેલાયો છે.

રૂપિયા રાજકારણ

સત્તાપક્ષ ભાજપ માટે પડકાર ઊભો થયો

ગુજરાતમાં ‘આપ’ની એન્ટ્રી સાથે જ સત્તાપક્ષ ભાજપ માટે પડકાર ઊભો થયો છે, સાથે સાથે કોંગ્રેસ માટે પણ કપરા ચઢાણ બની શકે છે. આગામી ચૂંટણીઓમાં જનતા ‘આપ’ને સાથ આપે તો કોંગ્રેસ બીજો નહીં ત્રીજો વિકલ્પ બની શકે છે, જેથી ‘આપ’ની એન્ટ્રી ગુજરાતની વર્ષોજૂની રાજકીય પેટર્નને બદલવામાં સફળ થઈ શકે છે, કેમકે એવું કહેવાય છે કે વર્ષોથી ભાજપ સત્તા પર જ છે, એની પાછળનું મુખ્ય કારણ પ્રજા પાસે કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નહોતો અને પ્રજાને કોંગ્રેસની સત્તા પર ભરોસો નહોતો, એટલે ના છૂટકે ગુજરાતના શાણા મતદારો ભાજપને ચૂંટીને સત્તામાં મોકલી રહ્યા હતા, પણ હવે આમઆદમી પાર્ટી એક વિકલ્પ બની શકે છે, જે ગુજરાતના રાજકારણમાં અને મતદારો માટે ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. ગુજરાતમાં ‘આપ’ના આગમનથી રાજકીય પક્ષોને ફાયદો કે નુકસાન થશે. એના કરતાં જનતા માટે ફાયદો જ ફાયદો થાય એમ છે.

ચૂંટણી

ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં ‘આપ’ની એન્ટ્રી

ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં છેલ્લા કેટલાક સમયથી આમઆદમી પાર્ટીએ ગુજરાતમાં ધીમા પગલે પગપેસારો કર્યો હતો, પરંતુ જોઈએ એટલો ફાયદો તો ઠીક જનતાના મન સુધી પહોંચી શકી નહોતી. પણ છેલ્લા એકાદ વર્ષથી આમઆદમી પાર્ટી એકદમ સક્રિય રીતે ગુજરાતમાં આવી હતી, એમાં પણ સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ‘આપ’ને સાથ આપવા મતદારો બહાર આવ્યા અને મહાનગરપાલિકાથી લઈને જિલ્લા-તાલુકા પંચાયતમાં જીત મેળવી ‘આપ’નો ઉદય થયો હતો.

2022ની ચૂંટણીમાં આપ ભાજપને આપશે ટક્કર

પાટીદાર વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભા અને રોડ શો યોજીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાયાને વધુ મજબૂત કરવા માટેનો પ્રયાસ કરશે. સુરતની અરવિંદ કેજરીવાલની મુલાકાત રાજકીય રીતે આથી મહત્વની બની રહેશે. વિધાનસભાના ચૂંટણીના બીજ તેઓ આ વખતે સુરત મુલાકાતમાં વાવીને જશે એ વાત ચોક્કસ દેખાઈ રહી છે. રાજકીય રીતે અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુઃખાવા સમાન બની રહેશે. જો આ જ પ્રકારે ધીમી અને મક્કમ ગતિથી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસની નિષ્ક્રિયતાનો લાભ લેશે તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમીની સીધી ટક્કર જોવા મળી શકે છે અને આ ટક્કર ભાજપ માટે પણ ખૂબ જ પડકારજનક બની રહેશે.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!