GSTV

ગુજરાતના નેતાઓએ અટલજીની વિદાય પર શોક વ્યક્ત કર્યો, જૂની યાદો કરી તાજા

અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચારથી દેશ શોકમાં છે, ત્યારે ગુજરાત ભાજપના અને બાદમાં ભાજપમાંથી છુટ્ટા પડેલા નેતાઓએ અટલજીને યાદ કર્યા હતા. અટલજીને યાદ કરતી વખતે તેઓ ભાવુક થયા હતા.

વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી

અટલજીની વિદાય બાદ ગુજરાત સરકાર તરફથી મુખ્યપ્રધાન અને ઉપમુખ્યપ્રધાને દુખ વ્યકત કરતા તેમની પ્રસંશનીય કામગીરી તેમજ તેઓ દ્વારા થયેલી ભાજપની સમૃદ્ધિને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ અટલજીની વિદાય પર દુખ વ્યક્ત કર્યું હતું.

કેશુભાઇ પટેલ

જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે અટલ બિહારી વાજપેયી અંગે પ્રાર્થના કરી હતી. સાથે તેઓએ તેમના જીવન કાળ દરમિયાન અટલજી સાથેના સંસ્મરણોને વાગોળતા કહ્યુ હતું કે તેઓ જ્યારે સૌરાષ્ટ્ર આવ્યા હતા ત્યારે તેમની સાથે હું ફરતો હતો પ્રજા તેમને સાંભળવા આવતી હતી. તેઓ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા. આ સાથે જ્યારે તેઓ પ્રધાનમંત્રી હતી અને પોતે મુખ્યપ્રધાન હતા ત્યારે નર્મદા ડેમની ઉંચાઇ વધારવાની મંજુરી આપી હોવાની વાત કરી હતી.

શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ વાજપેયજી પોતાના સંસ્મરણોને વાગોળતા અનેક વાતો કરી હતી. જેમાં 1991ની લોકસભાની ચૂંટણી વખતે વાજપેયીજીની સેઇફ સીટ માટેની ચર્ચાની સાથે ખજૂરાહો અંગે પણ વાત કરી હતી. જેમાં શંકરસિંહે કહ્યું કે મે જે કર્યુ તે બાદ વાજપેયજીએ  મને ફોન કરીને કહ્યુ હતું કે મે જે કર્યુ તે બરાબર કર્યુ તેઓ પણ આવું કરવા ઇચ્છતા હતા. જે બાદ તેઓએ મને બોલાવીને મારી માંગો પુરી કરવા કહ્યુ હતું.

ભૂષણભાઇ સાથે ગાંઠીયાની યાદો

અટલ બિહાર વાજપેયી ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની મુલાકાતે આવતા ત્યારે તેઓ ભાજપનુ જૂના કાર્યાલય વસંત સ્મૃતિ ભવનમાં  રોકાતા હતા. તેઓ ગોલવાડ પોળમાં આવેલી સૌરાષ્ટ્ર ફરસાણની દુકાનના ગાંઠિયા પણ ખાતા હતા. ત્યારે ખાડિયાના ધારાસભ્ય ભૂષણે તેમની સાથેની યાદો વાગોળી હતી.

એ.કે.પટેલ

લાંબા સમય સુધી ધારાસભ્ય અને સાંસદ રહી ચુકેલા એ.કે.પટેલ જ એક એવી વ્યકિત છે જેઓએ સૌથી વધારે સમય વડાપ્રધાન સાથે વિતાવ્યો હતો. જ્યારે તેઓ સાંસદ હતા. ત્યારે અવારનવાર દિલ્હી જવાનું હોય ત્યારે તેઓ એમની સાથે મુલાકાત કરતા હતા.

હરિન પાઠક

ભાજપના નેતા હરિન પાઠક અટલ બિહારી વાજપેયી સરકારમાં લોકસભા સાંસદ હતા. ત્યારે તેઓએ પણ અટલ બિહારીના વાજપેયીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. હરિન પાઠકે અટલ બિહારી વાજપેયી સાથેની યાદગાર પળોને યાદ કરતા કહ્યુ કે તેઓ માત્ર ભાજપના નેતા નહી પરંતુ 130 કરોડ ભારતીયોના નેતા છે.

હરિભાઇ ચૌધરી

અટલજીની વિદાય પર કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ શોક વ્યક્ત કરીને અટલજીને ભારત વર્ષનું રત્ન ગણાવ્યા. હરિભાઇ ચૌધરીએ કહ્યુ કે દેશને અને ભાજપને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

નરહરિ અમીન

તો અટલજીની વિદાય પર નરહરિ અમીને દુખ વ્યકત કહ્યુ કે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર, ભારતને એક આગવી  ઉંચાઇ સુધી પહોંચાડનાર, ભારતીય રાજનીતિને નવી દિશા આપનાર ભારતીય જનતા પાર્ટીમાં સૌના પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.

સુરેશ મહેતા

પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મેહતાએ વાજપેયી સાથેના સંસ્મરણોને યાદ કર્યા હતા. સુરેશ મહેતાએ અટલજીને યાદ કરતા કહ્યુ કે મારો અને અટલજીનો વર્ષ 1962થી સંપર્ક હતો. આ ઉપરાંત તેઓએ કચ્છના ભૂકંપ વખતે અટલજીની સહાય સહિતની અનેક યાદોને વાગોળીને તેમને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Related posts

શું તમને ટ્રાફિકના નિયમો નથી ખબર, તો વાંચી લો આ નવા 19 રૂલ્સ ને થઇ જાઓ ટેન્શન ફ્રી

Pravin Makwana

શું તમે પણ ફોનની બેટરી 100 ટકા ચાર્જ કરો છો? જાણો ચાર્જીંગ કરવાની યોગ્ય પદ્ધતિ વિશે….

Ali Asgar Devjani

SBI ની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો અને મફતમાં 50 લાખનો વીમો પણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!