GSTV
Gujarat Government Advertisement

ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા પોલીસ બેડામાં મોટો ફેરફાર: 88 PSIની કરી નાખી બદલી, આજે જ હાજર થવા આદેશ

Last Updated on January 23, 2021 by Pravin Makwana

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. જો કે, કોરોનાકાળમાં આવતી આ ચૂંટણીઓને ધ્યાને રાખીને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ એક્શનમાં આવી ગઈ છે. જો કે, મહામારીના આ સમયમાં ચૂંટણી કરાવવી એ કંઈ ખાઈ લેવાના ખેલ નથી. પોલીસ તંત્રને પરસેવો છૂટી જાય તેવું કામ છે. અનેક પ્રકારની ગાઈડલાઈનો જાહેર થઈ હોવા છતાં પણ નેતાઓ અને કાર્યકરો દ્વારા જેમ ફાવે તેમ નિયમોની ધજ્જિયા ઉડાવી રહ્યા હોય છે, ત્યારે ચોક્કસપણે પોલીસ વિભાગનું કામ બમણું થઈ જતું હોય છે.

ત્યારે હવે ચૂંટણી અને આચારસહિંતા લાગે તે પહેલા પોલીસ બેડામાં ઘણા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત હવે
88 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં બિનહથિયાર ધારી PSI ની જિલ્લાઓમાં બદલીઓ થઈ છે.
ચૂંટણીના કારણે આજે જ તમામ PSI ને છુટ્ટા કરાયા છે.તથા બદલી વાળી જગ્યાઓએ હાજર થવા માટે તાત્કાલીક રવાના કરી દેવાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

સંકટ વચ્ચે રાહત/ રાજ્યમાં કેસોમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8 હજાર 210 સંક્રમિતો નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!