GSTV

રાજ્યમાં પોલીસને તગડી આવક / 45 કરોડથી વધુ રૂપિયા દંડ પેટે વસૂલ્યા, ટ્રાફિક નિયમો તોડવામાં આ શહેર અવ્વલ

Last Updated on August 3, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં પોલીસ વિભાગને માસ્ક અને જાહેરમાં થૂંકવા બાબતે 45 કરોડ 17 લાખ 20 હજાર 500 રૂપિયાની આવક થઈ છે. એમાંય સૌથી વધુ અમદાવાદ શહેરમાં દંડની વસૂલાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં જૂન માસમાં 6 કરોડ 62 લાખ 23 હજાર જેટલા દંડની વસૂલાત કરવામાં આવી છે. તો જુલાઈ માસમાં અમદાવાદ શહેરમાં 4 કરોડ 11 લાખ 8 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

અત્રે મહત્વનું છે કે, ગાંધીનગરના રહીશો માસ્ક પ્રત્યે જાગૃત જણાયાં. ગાંધીનગરમાં જૂન અને જુલાઈ માસમાં તબક્કાવાર રૂ. 24.79 લાખ અને 2.82 લાખ જેટલો દંડ વસૂલાયો હતો. સમગ્ર રાજ્યમાં જૂન માસમાં કુલ 28 કરોડ 11 લાખ 16 હજાર 500 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. તો રાજ્યમાં જુલાઈ માસમાં કુલ રૂ. 17 કરોડ 6 લાખ 4 હજાર રૂપિયા જેટલો દંડ વસૂલાયો છે.

મહત્વનું છે કે, ટ્રાફીક વ્યવસ્થાએ કોઈ પણ શહેરની આન બાન શાન અને ઓળખ હોય છે, ત્યારે અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો દંડ ભરે તેના માટે થઈને ટ્રાફિક પોલીસ અનેક વખત નવતર પ્રયોગો કરી ચુકી છે. જેમનું POS મશીન તેમાનું જ એક છે.

traffic police

અમદાવાદીઓ ટ્રાફિકની વ્યવસ્થાને લઈને હજી સુધી જાગૃત નથી થયા

અમદાવાદીઓ ટ્રાફિકની વ્યવસ્થાને લઈને હજી સુધી જાગૃત નથી થયા જેના કારણે શહેરીજનોના ખિસ્સા માંથી લાખો અને કરોડો રૂપિયાનો દંડ ચૂકવાઈ રહ્યો છે અને આજ દંડની ચુકવણી ને લઈને વાહન ચાલકો સ્થળ પર રોકડ રકમ આપવાના લઈને અનેક વખત ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે તકરરાર થઈ હોવાના કિસાઓ સામે આવ્યા છે.ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના અલગ અલગ ટ્રાફિકના 05 પોલીસ સ્ટેશનમાં આવતા અલગ અલગ 120 જેટલા પોઇન્ટ ઉપર હાજર ટ્રાફિક કર્મીઓને POS મશીન આપવામાં આવ્યા છે જેના દ્વારા ડીઝીટલ પૅમેન્ટ થકી દંડ વસૂલી રહ્યા છે.

મહિલા

POS મશીન શરૂ થયાને હજી તો 02 દિવસના અંતે 530 અમદાવાદીઓ પાસેથી 2 લાખ 80 હજારનો દંડ

POS મશીન શરૂ થયાને હજી તો 02 દિવસના અંતે 530 અમદાવાદીઓ પાસેથી 2 લાખ 80 હજારનો દંડ POS મશીન મારફતે વસુલયો છે આ 530 લોકો એવા છે જેમણે ટ્રાફિક નિયોમો ભંગ કર્યો હતો અને જેમની પાસે રોકડ રકમ નોહતી અને બહાનું ના ચલતા અંતે તેમણે POS મશીન થકી કાર્ડ મારફતે પેમેન્ટ કરવાનો વારો આવ્યો હતો.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!