GSTV

ટ્રમ્પ ભાઈ ચિંતા ના કરો અમે છીએ, વિદેશી મહેમાનોનું સુરક્ષા કવચ બનશે ગુજરાત પોલીસ

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની આગામી મુલાકાતને લઇને મોટેરા સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલી રહી છે. મોટેરા સ્ટેડિયમમાં કેમ છો ટ્રમ્પનો કાર્યક્રમ યોજાનાર હોઇ તેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને સુરક્ષાને લઇને મહત્વની બેઠકોનો દોર શરૂ થયો છે.

ગુજરાત પોલીસના શિરે સુરક્ષાને લઇને મોટી જવાબદારી
ટ્રમ્પ અને પીએમ મોદીની સુરક્ષા જવાબદારી ગુજરાત પોલીસના શિરે

રથયાત્રાનો સૌથી મોટો બંદોબસ્ત સારી રીતે પૂરો કરનારી ગુજરાત પોલીસ માટે હવે એક બીજી ઉત્તમ અને પડકારજનક જવાબદારી નજીકના દીવસોમાં જ આવવાની છે. જેના ભાગ રૂપે છેલ્લા કેટલાય દિવસોથી ઘણા ખરા વિભાગના કર્મીઓ ૨૪ કલાક પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે. જેમાંથી એક છે ગુજરાત પોલીસ. ટ્રમ્પ અને મોદી મોટેરા સ્ટેડીયમ થઈને ગાંધી આશ્રમ જવાના છે. ટ્રમ્પની સાથે તેમની પોતાની સ્પેશિયલ સિક્યુરીટી પણ જરૂરથી હોવાની છે. પરંતુ આ સ્પેશિયલ સિક્યોરીટી અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિઓથી જાણકાર નહિ હોવાના કારણે શુક્રવારે મોટેરા સ્ટેડીયમમાં લગભગ બાર વાગ્યાના અરસામાં અમેરિકન સ્પેશિયલ સિક્યોરીટી એજન્સીના કર્મીઓની એક ટીમ આવી પહોંચી હતી.

તે તમામ સ્પેશિયલ સિક્યોરીટીના એજન્સીના અધિકારીઓ અને ગુજરાત પોલીસના અધિકારીઓએ મોટેરા સ્ટેડીયમની અંદર બેસીની એક મીટીંગ યોજી હતી. જેને લીધે અધિકારીઓ એક બીજાના પરિચયમાં પણ રહે અને બીજી તરફ સ્પેશિયલ સિક્યોરીટીના અધિકારીઓ અમદાવાદની ભૌગોલીક પરિસ્થિતિથી જાણકાર થતા રહે. કેમ છો ટ્રમ્પ પ્રોગ્રામની તૈયારીની સમીક્ષા કરવા વડાપ્રધાનની સિક્યોરીટી કમાન સંભાળનારા એવા ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાજીવરંજન ભગત જેઓ હાલ SPG માં આઈજીપી કક્ષાએ પોતાની ફરજ બજાવી રહ્યા છે. તે લગભગ સાડા બાર થી એક વાગ્યાના અરસામાં મોટેરા સ્ટેડીયમ પહોંચી ગયા હતા અને અમેરિકન સ્પેશિયલ સિક્યોરીટી એજન્સીના અધિકારીઓ ,બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ સાથે SPG ના આઈજીપી રાજીવ રંજન ભગતે મીટીંગ યોજી હતી.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!