GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર / ગુજરાતની સ્થાપના બાદ પોલીસકર્મીના પગારમાં મોટો વધારો, હર્ષ સંઘવીની મોટી જાહેરાત

પોલીસ

છેલ્લા ઘણા સમયથી પોલીસ પરિવાર દ્વારા પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ પોલીસ વિભાગને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર પોલીસ વિભાગના 550 કરોડનું વધારાનું ભંડોળ મંજૂર કર્યું છે. તેની સાથે જ પોલીસ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થયો છે.

લવ

હર્ષ સંઘવીએ સુરત ખાતેથી આ અંગે જાણકારી આપી છે. સરકારની જાહેરાત પછી LRD કર્મીને વાર્ષિક 3 લાખ 47 250 રૂપિયા પગાર તરીકે મળશે, જ્યારે કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 16 લાખ 400 રૂપિયા થયો. હેડ કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 95 હજાર કરાયો. જ્યારે ASIનો નવો પગાર 5 લાખ 84 હજાર કરાયો છે.

હર્ષ સંઘવીના ભાષણના મુખ્ય મુદ્દાઓ

  • ગુજરાતની સ્થાપના બાદનું સૌથી મોટું એલાઉન્સ
  • રજૂઆતો કરતા પણ વિશેષ ધ્યાન અપાયુ છે
  • 28-10-2021ના કોડ કમિટી બનાવવામાં આવી હતી.
  • 550 કરોડના વધારાને મંજૂરી
  • કમિટીના આયોજન બાદ અનેક બેઠકોનું આયોજન
  • 30-4-2022ના રોજ આખરી રિપોર્ટ રજૂ થયો
  • LRD નો નવો પગાર વર્ષ 3 લાખ 47 હજાર 250 કરાયો છે
  • કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 16 લાખ 400 રૂપિયા થયો
  • હેડ કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 95 હજાર કરાયો
  • ASIનો નવો પગાર 5 લાખ 84 હજાર કરાયો

550 કરોડનું ભંડોળ મંજૂર

છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના પગારને વધારાવા માટે માંગો થઈ રહી હતી. ત્યારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પોલીસકર્મીઓના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળને મંજૂર કર્યું હોવાની જાહેરાત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યા મુજબ, ગુજરાતના પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.

ગુજરાત સરકારે હાલ પોલીસ વિભાગના કર્મચારીઓ માટે 550 કરોડ રુપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે. ગુજરાતમાં હાલ 65000 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે..

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

ભટારના શાંતિવન મિલ પાસે લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત, આઠ કામદારોને પહોંચી ગંભીર ઈજાઓ

pratikshah

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah
GSTV