GSTV

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Last Updated on October 26, 2021 by Pritesh Mehta

ગુજરાત પોલીસના કર્મચારીઓ ગ્રેડ પે વધારાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. ત્યારે આંદોલનને સમર્થન આપવું માટે માત્ર અમદાવાદ ગાંધીનગર સહીત રાજ્યના મોટા શહેરો જ નહીં પરંતુ રાજ્યના નાના શહેરોના પોલીસ કર્મચારીઓએ પ્રદર્શન કર્યું હતું.

અમદાવાદમાં પોલીસ કર્મીએ કર્યો અન્નજળ ત્યાગ

આ આંદોલનને વધુ વેગવાન બનાવવા માટે નવરંગપુરા બાદ શાહીબાગ પોલીસ સ્ટેશનના રાહુલ રાવલ નામના કર્મચારીએ અન્નજળનો ત્યાગ કર્યો છે. રાહુલ રાવલ નામના આ પોલીસકર્મીએ અન્ન જળનો ત્યાગ કરવાની જાહેરાત સાથેનું પોસ્ટર પણ સોશિયલ મીડિયામાં મુકીને અન્ય પોલીસકર્મીને જાણ કરી છે. મહત્વનું છેકે ગુજરાત પોલીસના કર્મચારીઓએ ગ્રેડ પે વધારાની માંગ સાથે સોશિયલ મીડિયામાં આંદોલન છેડી દીધુ છે. ત્યારે પોલીસકર્મીઓની ડિમાન્ડ પૂર્ણ થશે કે કેમ. અને પૂર્ણ થશે તો ક્યારે થશે તે પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે.

પોલીસ

પાલનપુરમાં આપનું સમર્થન

પોલીસના ગ્રેડ પેનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,ત્યારે પાલનપુરમાં આમઆદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસના સમર્થનમાં રેલીનું આયોજન કરી જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપ્યું હતું. જે પોલીસ સતત 24 કલાક ખડેપડે સેવા આપી રહી છે તેની ગ્રેડ પેની માગણી યોગ્ય હોવાનું આમઆદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું. વિરોધ કરી રહેલા 20 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

સુરતમાં મહિલાઓએ થાળી-વેલણ વગાડી કર્યું પ્રદર્શન

સુરતના પીપલોદ લાઈનની મહિલાઓ ગ્રેડ-પે વધારવા મામલે રસ્તા પર ઉતરી હતી. પોલીસ લાઈનની મહિલાઓએ થાળી વેલન વગાડી વિરોધ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ પરિવારની મહિલાઓ રસ્તા પર ઉતરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા

સિદ્ધપુરમાં મહિલા બાળકોએ કાઢી રેલી

ગુજરાત પોલીસની ગ્રેડ પે વધારાના માગને સિદ્ધપુર શહેરમાં સમર્થન મળ્યું. મહિલાઓ અને બાળકોએ પોલીસલાઈનથી રેલી કાંઢી હતા. જોકે, પોલીસ અધિકારીઓએ મહિલાઓને સમજાવી ઘરે મોકલી હતી. મહિલાઓ સહિત પોલીસ પરિવારના સભ્યોએ ગ્રેડ પે સહિતની માગ પૂરી કરવા માટે સુત્રોચ્ચાર કર્યાં હતા.

પોલીસ પરિવારની હર્ષ સંઘવી સાથે બેઠક

ગુજરાત પોલીસના કર્મચારીઓ ગ્રેડ પેને લિને આંદોલન કરી રહ્યા છે. જેમાં પોલીસ પરિવારના સભ્યો પણ સમર્થનમાં ઉતરીને થાળી વગાડીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવાર સાથે બેઠક કરી. સ્વર્ણિમ સંકુલ ખાતે ગૃહ રાજ્ય મંત્રીની ઓફિસમાં પોલીસ પરિવાર સાથે કરાયેલી મીટીંગમાં આઇજી ઉપરાંત જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

Zainul Ansari

ઉમરગામ તાલુકાના બત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આદિવાસી ઉમેદવારોને જાતીનાં દાખલાઓ મામલે રાજકીય માહોલ ગરમાયો

pratik shah

વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી 8 અને 9મી ડિસેમ્બરે દુબઈની મુલાકાતે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!