GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ગુજરાતમાં પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સ આ શહેરોમાં રસ્તા પર ઉતરી, સોસાયટીના દરવાજે પણ ન થતા ભેગા

સુરત ખાતે રેપીડ એકશન ફોર્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. લોકડાઉનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રેપીડ એક્શન ફોર્સ દ્વારા સલાબતપુરા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું. સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં ગધેવાન, રૂસ્તમપુરા ,મોંમનાવડ સહિતના સ્થળોએ ફ્લેગ માર્ચ કરાયું. આ ફ્લેગ માર્ચમાં રેપીડ એક્શન ફોર્સની મહિલાઓ પણ સામેલ થઈ હતી. ફ્લેગ માર્ચમાં શહેર પોલીસના એસીપી, પીઆઇ તેમજ રેપીડ એક્શન ફોર્સના ઉચ્ચ અધિકારી જોડાયા હતા. પોલીસે લોકોને પોતાના ઘરોમાં રહેવાની અપીલ કરી હતી.

અમદાવાદમાં સેવાયજ્ઞો શરુ કરાયા

કોરોનાના કારણે અપાયેલા લોકડાઉનની સ્થિતિ વચ્ચે અમદાવાદમાં જરૂરીયાત મંદ લોકોને મદદ માટે સેવાયજ્ઞો શરૂ થયા છે. ત્યારે ટીજીબી હોટલ તરફથી પણ જરૂરીયાતમંદ લોકો સુધી બે ટાઈમ જમવાનું પહોંચે તેની પહેલ કરવામાં આવી છે. રોજના કુલ 10 હજાર જેટલા ફૂડ પેકેટ કોર્પોરેશને સોંપવામાં આવી રહ્યા છે. સવારે 5,000 અને સાંજે 5,000 ફૂડ પેકેટ વહેંચવામાં આવી રહ્યા છે.

સુરતમાં 1,200 જેટલા શ્રમિકોને નિશુલ્ક ભોજન

સુરતમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી તમામ શ્રમિકોને ભરપેટ જમવાનું આપવામાં આવી રહ્યું છે. પ્રતિ દિવસ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા 1,200 જેટલા શ્રમિકોને નિશુલ્ક ભોજન આપવામાં આવી રહ્યું છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ પણ હાજર રહી શ્રમિકોને જમવાનું આપ્યું હતું. સાથે જ આશ્વાસન આપ્યું હતું કે, તેઓને કોઇ પણ અછત વર્તાશે નહીં. લોકડાઉન વચ્ચે રીંગ રોડ ખાતે આવેલા સિલ્ક હેરિટેજ માર્કેટમાં કાર્યરત તમામ શ્રમિકો સામે બે વખત જમવાની સમસ્યા ઉભી થઇ હતી.

ઘરે ઘરે માસ્ક અને સેનિટાઇઝરનું કરાયું વિતરણ

ઉલ્લેખનીય છે કે, કોરોનાના સંકટના કારણે દેશભરમાં અપાયેલા લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ લોકડાઉનને લઈને સતર્ક છે. જરૂરીયાત વગર બહાર દેખાતા લોકોની પૂછપરછ કરી રહી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પણ લોકોએ આજે સ્વયંભૂ લોકડાઉન પાળ્યું હતું.

ગામમાં કરાયો દવાનો છંટકાવ

તો બીજી તરફ અમદાવાદના ગ્રામ્ય પંથકમાં પણ લોકડાઉનનુ ચુસ્ત પાલન જોવા મળ્યુ હતું અને સાથે જ સમગ્ર ગામને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. દસક્રોઈના ભુવાલડી ગામે ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે માસ્ક અને સીનેટાઇઝરનું કરાયું વિતરણ કરાયુ અને આખા ગામને સેનીટાઇઝર કરવામાં આવ્યુ હતું.

પોલીસે ડ્રોન કમેરાનો ઉપયોગ શરૂ કર્યો

કોરોનાના કહેર વચ્ચે ગ્રામ્યવિસ્તારોમાં પણ જાગૃતતા જોવા મળી અમદાવાદના સિંગરવા ગામમાં ગ્રામપંચાયત દ્વારા ઘરે ઘરે માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું છે તો પુરા ગામમાં ફોગીંગ દ્વારા જંતુનાસર દવાનું વિતરણ કરવામાં આવ્યું
મોરબીમાં લોક ડાઉનની સ્થિતિમાં ઘણા બહાર લોકો ફરતા હોય છે, તો કેટલાક લોકો ધાબા પર બેસીને ગપ્પા લગાવતા હોય છે. ત્યારે લોકો ધાબા પર અને બહાર ભેગા ન થાય તે માટે પોલીસે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. લોકો શેરી કે ગલી અને ચાલીમાં ટોળા ન વળે અને તેમના પર નજર રાખવામાં આવે તે માટે તેમના પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે અને આ સાથે જ જો લોકો ભેગા થશે તેમની સામે કાર્યવાહી કરાશે તેવી પોલીસ અધિકારીએ ચીમકી ઉચ્ચારી હતી.

વલસાડમાં પોલીસ દ્નારા ડ્રોનની મદદ લેવાઈ

વલસાડમાં પોલીસ દ્નારા ડ્રોનની મદદથી ઘરની બહાર નીકળતા લોકો દેખરેખ રાખવામાં આવી. વલસાડના તિથલ રોડ પર લોકો ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ તૈનાત છે. સાથે જ લોકડાઉનને પગલે જે પ્રમાણે પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખી રહી છે તેવા સમયે બપોર લોકો પોતાના વાહનોમાં નીકળતા જોવા મળ્યા હતા. આવા લોકો પર ડ્રોનથી બાજનજર રાખવામાં આવી હતી. વાહન ચાલકોની નંબર પ્લેટ પરથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

દાહોદમાં ડ્રોન કેમેરાથી બાજનજર રખાશે

દાહોદમાં કોરોનાના સાવચેતીના પગલે પોલીસે ડ્રોન કેમરાની મદદ લીધી હતી. લોકડાઉનમા પોતાની સોસાયટી અને ઘરની બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ લોકો પર ડ્રોન કેમેરાથી બાજનજર રાખવામાં આવી હતી. જે લોકો બહાર દેખાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. દાહોદ પોલીસે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી હતી.

READ ALSO

Related posts

નિસર્ગ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, 90 કિમીની ઝડપે ફુંકાઈ શકે પવન

Arohi

સુરતમાં કોરોનાનો હાહાકાર : નવા 60 કેસોમાં આ વિસ્તારમાંથી મળ્યા 54 કેસ, 3નાં થયાં છે મોત

Bansari

કોરોનાના 350થી 400 કેસોની પરંપરા છતાં રૂપાણી સરકાર આ આંકડાઓને આધારે પોતાના ગાઈ રહી છે ગુણગાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!