GSTV

સરકારની બેધારી નીતિ / ન્યાયની રક્ષા કરનાર પોલીસ સાથે જ અન્યાય, પગાર પંચ કે નોકરી વિષયક બાબત સમયે વર્ગ-4માં જ કેમ સમાવેશ?

Last Updated on October 28, 2021 by GSTV Web Desk

સરકારની પોલીસ માટે બેધારી નીતિ હોવાનું સામે આવી રહ્યું છે. જો આર્થિક લાભ આપવાની બાબત આવે તો કેટલાક કર્મચારીઓને વર્ગ ૩માં ગણવામાં આવે પરંતુ જો પગાર પંચ કે નોકરી વિષયક કોઈ બાબત આવે તો વર્ગ 4માં ગણી લેવામાં આવે છે. આવી બેધારી નીતિના કારણે ન્યાયની રક્ષા કરનાર પોલીસ સાથે જ અન્યાય થઇ રહ્યો છે.

gujarat police constable

સરકાર જ્યાં ચાલે ત્યાં એટલે કે મુખ્યમંત્રી કાર્યલયથી બંદોબસ્તમાં સતત વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ સાથે સરકાર જ સતત અન્યાય કરી રહી હોવાનો ગણગણત શરુ થયો છે. હદ તો ત્યારે થાય છે કે સુરક્ષામાં સતત હાજર રહેતા પોલીસકર્મીઓને સરકાર જ અન્યાય કરી રહી છે. જયારે પગાર પંચ લાગુ કરવાની બાબત હોય કે અન્ય સરકારી નોકરી વિષયક બાબત હોય તો પોલીસ વિભાગના વર્ગ 4ના કર્મચારીઓને વર્ગ 4માં જ સમાવી દેવામાં આવે છે, પરંતુ જયારે કોઈ લાભ આપવાની બાબત આવે તો તેને વર્ગ ૩માં માનવામાં આવે છે. દિવાળી સમયે વર્ગ 4ને સરકાર બોનસ આપતી હોય છે, પરંતુ પોલીસ વિભાગના વર્ગ 4ના એક પણ કર્મચારીને તેનો લાભ આપવામાં આવતો નથી. તે સિવાયના અન્ય વિભાગોમાં બોનસ આપવામાં આવે છે
.

Gujarat Police

સરકારની આ મામલે બેધારી નીતિ હોવાનું સામે આવી રહ્યું છે. જો સરકાર અન્ય વિભાગમાં બોનસ આપતી હોય તો સુરક્ષામાં રહેતા કર્મચારીઓને આ મામલે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે એ સવાલ ઉઠી રહ્યો છે. પોલીસ વિભાગના સુત્રો જણાવી રહ્યા છે કે અંતિમ બોનસ 2001માં પોલીસ વિભાગના વર્ગ 4ના કર્મચારીઓને આપવામાં આવ્યું હતું. એ બાદ બોનસ આપવામાં આવ્યું નથી. ડીસીપ્લીન ફોર્સના નામે સતત પોલીસ વિભાગના ચોક્કસ વર્ગના કર્મચારીઓ સાથે સતત અન્યાય થઇ રહ્યો છે અને યુનિયન કે એસોસિએશન પણ ધ્યાન આપતું નથી જેથી યોગ્ય ફોરમ પર રજૂઆત પણ થઇ શકતી નથી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ નથી આવતું.

Read Also

Related posts

રાહત / છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો, રાજ્યમાં આજરોજ નોંધાયા આટલા કેસો

GSTV Web Desk

Corona Update / રાજકોટ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, ડોક્ટર સહિત આટલા કર્મચારીઓ થયા એકસાથે સંક્રમિત

GSTV Web Desk

પૂર્વ DGPની હેટ સ્પીચ / સિદ્ધુના સલાહકારે હિન્દુઓ વિરુદ્ધ ઓક્યું ઝેર, ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!