GSTV

ગુજરાત પોલીસની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ, ઉપરાષ્ટ્રપતિના હસ્તે મળ્યું આ સન્માન

વીરતા, બહાદુરી અને શોર્યતાના પ્રતિક સમાન ગુજરાત પોલીસની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે. આજે ગાંધીનગર પોલીસ એકેડેમી ખાતે નિશાન પ્રધાન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસને પ્રેસિ઼ડેન્ટ કલર્સથી સન્માનિત કરાઇ. જેમાં ગુજરાત પોલીસનો સિમ્બોલ હવે વધુ ગર્વ આપનારો બની ગયો છે.

૧ મે ૧૯૬૦ નાં રોજ ગુજરાત રાજ્યની રચના થઈ હતી. આ સાથે જ તે વખતના બોમ્બે રાજ્યના જીલ્લા પોલીસ અને સૌરાષ્ટ્ર તથા કચ્છ રાજ્યના પોલીસ એકમોને વિલીનીકરણ કરીને ગુજરાત પોલીસની રચના કરવામાં આવી. 58 વર્ષના લાંબા સમયગાળા બાદ હવે શહેર અને જીલ્લા પોલીસ મળીને ૧,૦૬,૮૩૧ પોલીસ જવાનો અને અધિકારીઓ ધરાવતું ગુજરાત પોલીસ દળ આધુનિક પોલીસ દળ તરીકે ઉભરી આવ્યું છે.

રાષ્ટ્રની સેવામાં કોઈપણ ફોર્સ દ્વારા બહાદુરીભર્યા કાર્યો અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી પુરી પાડતા રાષ્ટ્રપતિ નિશાનથી ગુજરાત પોલીસને સન્માનિત કરવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ દ્વારા ગાંધીનગરના કરાઈ ખાતે પોલીસ એકેડેમીમાં ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું નિશાન એનાયત કરવામાં આવ્યુ. આ સાથે જ ગુજરાત પોલીસનો નવો લોગો અને વિશેષ ડિઝાઈન કરાયેલો પોલીસ ધ્વજ પણ એનાયત કરાયો છે. રાષ્ટ્રપતિ નિશાનથી સન્માનિત થતું ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યુ છે

6 દાયકાના લાંબી મુસાફરી બાદ આ દિવસ ગુજરાત પોલીસ માટે ગર્વનો દિવસ બન્યો છે. આ પહેલા મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજ્યઆ સન્માન મેળવી ચુક્યા છે. આ પ્રસગંમા ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિ એ કહ્યુ કે, અમારા માટે ગૌરવની વાત છે કે, આ સન્માન આપવાનુ સૌભાગ્ય મને મળ્યુ છે. ઉપરાંત પોલીસ વિભાગમાં સ્ટાફની અછત અને આધુનિકતાની ઉણપ છે તેને ઝડપથી પુરી કરવામાં આવશે.

રાષ્ટ્રની મિલ્ટ્રી ફોર્સ, પેરા મિલ્ટ્રી ફોર્સ તથા પોલીસ ફોર્સ જેને 25 વર્ષ થઈ ચૂક્યા હોય તે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ માટે એપ્લાય કરી શકે છે. ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ એ બાબતનું પ્રતિક છે કે આ પોલીસ ફોર્સ ગુણવત્તા, સેવા અને સુવિધા પૂરી પાડવામાં સૌથી આગળ છે. જે પોલીસ ફોર્સ ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ મેળવે છે. તે રાજ્યની પોલીસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગુજરાત પોલીસને એનાયત થયેલું આ વિશેષ પ્રતિક ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને જવાનોના યુનિફોર્મની ડાબા હાથની સ્લીવમાં હવે જોવા મળશે.

READ ALSO

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

IPL 2020: રાજસ્થાન રોયલ્સનો પડકાર શમી ગયો, કોલકાતાનો શાનદાર વિજય

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!