GSTV

ચોંકાવનારા સમાચાર / ગ્રેડ પે મુદ્દે વિરોધમાં ઉતરેલા પોલીસકર્મીઓની કરાઈ દીધી બદલી, હાર્દિક પંડ્યાને જૂનાગઢ નખાયા

Last Updated on November 22, 2021 by Pritesh Mehta

ગત મહિને ગુજરાત પોલીસના હજારો પોલીસકર્મીઓ ગ્રેડ પેના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેને લઈને તેમના પર કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે મોટા સમાચાર આવી રહ્યા છે કે ગ્રેડ પે મુદ્દે આંદોલન કરવા ઉતરેલા કેટલાંક પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે.

પોલીસ
  • ગ્રેડ પે મુ્દ્દે વિરોધ કરનાર પોલીસ કર્મીઓની બદલી
  • એડમીન જેસીપી દ્વારા અપાયા બદલીના આદેશ
  • 9 કર્મચારીઓની અલગ અલગ જિલ્લામાં બદલી
  • ધરણા પર બેસનાર હાર્દિક પંડયાની જૂનાગઢમાં બદલી

સમગ્ર મુદ્દે પોલીસ મહાનિદેશક અને એડમીન જેસીપી દ્વારા 9 પોલીસકર્મીઓની બદલીના આદેશ આપતા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના હુકમથી તાત્કાલિક જાહેર હિતમાં અમદાવાદ શહેર ખાતેથી બદલી કરવામાં આવતા તેઓને બદલી વાળી જગ્યાએ હાજર થવા છુટા કરવામાં આવ્યા છે.

  • ગ્રેડ-પે ના આંદોલનમાં ભાગ લેનાર પોલીસ કર્મીઓ સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ લીધા પગલાં
  • શહેરના 09 જેટલા પોલીસકર્મીઓની કરવામાં આવી બદલી
  • હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, લોકરક્ષક, વુમન કોન્સ્ટેબલ કક્ષાના પોલીસકર્મીઓની અચાનક કરવામાં આવી બદલી
  • અચાનક કરવામાં આવેલી બદલીને પગલે પોલીસ વિભાગમાં ભારોભાર નારાજગીનો માહોલ

ઉલ્લેખનીય છે કે, આ આદેશમાં 9 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં, ગ્રેડ પે મુદ્દે ધરણા પર બેસેલા હાર્દિક પંડ્યાની પણ બદલી કરવામાં આવી છે. તેમની જૂનાગઢ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. તો અચાનક કરવામાં આવેલ બદલીને લઈને પોલીસ વિભાગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, લોકરક્ષક, વુમન કોન્સ્ટેબલ કક્ષાના પોલીસકર્મીઓની અચાનક બદલી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પંજાબ વિધાનસભા ચૂંટણી/ પંજાબના મતદારો નહીં કરી શકે 14 ફેબ્રુઆરીએ મતદાન ? ચૂંટણી પંચ આજે કરી શકે છે મોટી જાહેરાત

Pravin Makwana

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!