GSTV

હાહાકાર / પ્રજાની રક્ષા કરતી પોલીસ પોતે કોરોનાની બની શિકાર, આશિષ ભાટિયા સહિત 300 કર્મચારી થયા સંક્રમિત

પોલીસ

Last Updated on January 13, 2022 by GSTV Web Desk

પ્રજાની રક્ષા કરતું પોલીસ દળ પણ હવે કોરોનાના સકંજામાંથી બચી શક્યુ નથી. કેમ કે ગુજરાત પોલીસમાં રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા સહિત ૩૦૦ પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આમ જે રીતે પોલીસ કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે તેને ધ્યાનમાં લઈને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં કોરોનાથી બચવા માટેના તમામ સાધનસામગ્રી અને દવાઓ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પોલીસ

અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ એટીએસ ઓફિસ એસ.ઓ.જી ઓફિસ અને પોલીસ કમિશનર કચેરીએ કોરોના સંક્રમણથી બચવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં રોજેરોજ પોલીસના કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક સામાજિક સંસ્થા દ્વારા પોલીસ કર્મચારીઓને ટેલીકોલર ની સુવિધા આપીને તેઓનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

આમ કોરોનાની બીજી લહેર પૂર્ણ થઇ અને ત્રીજી લહેરનું આગમન હતું તે પહેલાં જ અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં આ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાને શરદી ઉધરસ હોવાના કારણે તેઓએ આરટીપી ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓ પોઝિટિવ આવ્યા છે તેઓને સામાન્ય લક્ષણ હોવાના કારણે તેઓ પોતાના નિવાસસ્થાને જ ક્વોરન્ટીન થયા છે.

રાજ્યના પોલીસ વડા થયા કોરોના સંક્રમિત

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે જેમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા છે,સંપર્કમાં આવનાર અધિકારીઓ કરાવ્યો RTPCR ટેસ્ટ રાજ્યમાં અધિકારીઓમાં વકરી રહ્યું છે ઘાતક કોરોના વાયરસનું સંક્રમણ.

  • રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત
  • હળવા લક્ષણ હોવાથી હોમ આઇસોલેટ થયા
  • સંપર્કમાં આવનાર અધિકારીઓ કરાવ્યો RTPCR ટેસ્ટ
  • રાજ્યમાં અધિકારીઓમાં વકરી રહ્યું છે કોરોના સંક્રમણ

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય શરદી, તાવ અને ઉધરસ રહેતા તેમને કોરોના ટેસ્ટ કરાવતા તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે જો કે રાજ્યના પોલીસ વડાનો રિપોર્ટ પોઝીટિવ આવ્યા બાદ તેવો હોમ આઇસોલેટ થયા છે અને તેમના સંપર્કમાં રહેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે જેથી કોરોનાનું સકમણ વધુ ન ફેલાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

મોટા સમાચાર / રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ થયા અલગ, 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

GSTV Web Desk

અમદાવાદ / ગૃહ કંકાશથી કંટાળી પરિણીતાએ પોતાના 5 મહિનાના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ, સાબરમતિ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ!

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!