GSTV
Home » News » ગુજરાતની પેટા ચૂંટણી માટે જે ચાર બેઠકોની જાહેરાત થઈ તેમાંથી એક ભાજપ માટે કપરા ચઢાણ સમાન

ગુજરાતની પેટા ચૂંટણી માટે જે ચાર બેઠકોની જાહેરાત થઈ તેમાંથી એક ભાજપ માટે કપરા ચઢાણ સમાન

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની જે ચાર બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઈ છે.તેમાં થરાદ બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે આ બેઠક ભાજપ માટે અગ્નિ પરીક્ષા સમાન છે. ભાજપમાંથી આ બેઠક પર શંકર ચૌધરી અને શૈલેષ પટેલ દાવેદાર છે. સાંસદ પરબદ પટેલ આ બેઠક પરથી ચૂંટાયા હતા.જોકે તેઓ સાંસદ બનતા આ બેઠક ખાલી થઈ છે.

આ બેઠક પર ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે આ બેઠક માટે સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ અને શંકર ચૌધરીમાંથી કોના પર પસંદગી ઢોળાય છે. તે જોવું રહ્યુ. આ બેઠક પર કોંગ્રેસમાંથી ડી.ડી રાજપૂત અને માંગીલાલ પટેલ દાવેદાર છે. જોકે કોંગ્રેસને આંતરિક ડખાઓમાંથી બહાર આવવાની જરૂર નથી.

ગુજરાતની આ ચાર બેઠકો પર ચૂંટણી

ગુજરાતમાં 7માંથી 4 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડામાં પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. જ્યારે 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. પેટાચૂંટણીની જાહેરાત સાથે રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જે બેઠકો પર સાંસદ બન્યા તે બેઠકો પર હાલ પેટાચૂંટણીની જાહેરાત થઈ છે.

આ ચાર બેઠકો પર ધારાસભ્યો લોકસભાની ચૂંટણીમાં સાસંદ તરીકે ચૂંટાતાં વિધાનસભાની બેઠક ખાલી પડી હતી. જ્યારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોવાળી ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી માટે હાલ ચૂંટણી પંચે કોઈ જાહેરાત કરી નથી. દીવાળી પહેલા ચૂંટણી પ્રક્કિયા પૂર્ણ થશે. તો રાધનપુર, બાયડ અને મોરવાહડફમાં પેટાચૂંટણી હાલ નહીં યોજાય. ત્યારે હાલ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી લડવા વધુ રાહ જોવાનો વારો આવ્યો છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસે ચીનને વિશ્વથી વિખુટુ પાડી દીધું, પાડોશી દેશોએ પ્રતિબંધ મુકતા આસિયાનના શરણે જવું પડ્યું

Mayur

ભવનાથ તળેટીમાં મેળો માણવા ઉમટયો માનવ મહેરામણ, રવેડીમાં મહા મંડલેશ્વરો સાધુ – સંતો જોડાશે

pratik shah

નરાધમે 11 વર્ષીય બાળકી પર બે મહિનામાં પાંચ વખત દુષ્કર્મ આચર્યું, નફ્ફટને લોકોએ બરાબરનો પાઠ ભણાવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!