GSTV

ગુજરાતમાં કોરોના અનબ્રેકેબલ : 1020 પોઝિટિવ દર્દીઓ સાથે 25નાં મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1120 કેસ નોંધાયા છે. તો આજે કુલ 25 દર્દીઓના મોત થયા છે.જેમાં સુરતમાં 11, અણદાવાદમાં 3, જામનગરમાં 3, જૂનાગઢમાં 4, વડોદરામાં 2, જ્યારે ભાવનગર અને રાજકોટમાં 1-1 લોકોના મોત થયા છ. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2534 થઇ ચૂક્યો છે. તો હાલમાં 87 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 898 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 48 હજાર 359 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 245, અમદાવાદમાં 152 કેસ, વડોદરામાં 106 કેસ, રાજકોટમાં 87 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 20 હજાર 735 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 8 લાખ 54 હજાર 839 ટેસ્ટ કરવામા આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1120
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 65704
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 25
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 898
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 48359
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14811

કોરોનાથી સુરતમાં ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટરનું મોત

સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું સારવાર દરમિયાન નિધન થયું છે. જેમા કોવિડની ગાઈડલાઈન પ્રમાણે પ્રોટોકોલ મુજબ તેમની અંતિમવિધિ કરવામાં આવી છે. મહત્વનું છે કે સવારના પાંચ વાગ્યાના સમય દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત થયું. અને છેલ્લા દસ દિવસથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ C R PATILનાં ભાઈને થયો કોરોના

સુરત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ભાઈ કોરોના પોઝિટિવ આવ્યા છે. સી.આર. પાટીલનાં ભાઈ પ્રકાશ પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના ડ્રાઈવર પણ કોરોનાના ભરડામાં આવ્યા છે. અમદાવાદ બાદ કોરોનાથી સુરતમાં વધુ લોકો સંક્રમિત થયા છે.

બારડોલીમાં નગરપાલિકાના ભાજપનાં કોર્પોરેટરનું મોત

બારડોલીમાં નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર બાલકૃષ્ણ પાટીલનું કોરોનાને કારણે મોત થયું છે. બાલકૃષ્ણ પાટીલ બારડોલી મહારાષ્ટ્રિયન સમાજના પ્રમુખ પણ  હતા. અને તેમના મોતને કારણે હાલ બારડોલી ભાજપમાં શોકનો માહોલ ફેલાયેલો છે.

READ ALSO

Related posts

કૃષિ બિલનો વિરોધ/ ગુજરાતમાં ખેડૂતોએ રોષ દાખવી માલ જ ન મોકલ્યો, મહેસાણામાં સૌથી વધારે અસર

pratik shah

હાર્દિક પટેલને મોટો ઝટકો : ગુજરાત બહાર જવાની અરજીમાં સેશન્સ કોર્ટે લીધો આ નિર્ણય, 3 મહિના માટે માગી હતી આ પરમીશન

pratik shah

કૌભાંડ/ આરોગ્ય વિભાગનું મોટું કૌભાંડ, લાયસન્સ રદ્દ થયેલી ફાર્મસી પાસેથી ઔષધોની ખરીદી કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!