GSTV

ગુજરાતમાં કોરોનાના કકડાટથી લોકો ત્રાહિમામ, છેલ્લાં 24 કલાકમાં 1136 પોઝિટિવ દર્દીઓ સાથે 24નાં મોત

કોરોના

રાજ્યમાં હવે પ્રતિદિન કોરોના કેસની સંખ્યા 1100ની ઉપર જ નોંધાઇ રહી છે. જેમાં આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1136 કેસ નોંધાયા છે. તો આજે કુલ 24 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 12, અમદાવાદમાં 4, વડોદરા અને મહેસાણામાં 2 જ્યારે જૂનાગઢ, નવસારી, પાટણ અને પોરબંદરમાં 1-1 દર્દીનાં મોત નિપજ્યા છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2465 થઇ ચૂક્યો છે. તો હાલમાં 78 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.તો છેલ્લા 24 કલાકમાં કુલ 875 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 45 હજાર 782 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 262, અમદાવાદમાં 146 કેસ, વડોદરામાં 95 કેસ તો રાજકોટમાં 96 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 26 હજાર 303 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 7 લાખ 91 હજાર 080 ટેસ્ટ કરવામા આવ્યા છે.

 • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1136
 • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 62574
 • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 24
 • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 875
 • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 45782
 • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14327

સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય લલિત કગથરાના પરિવારમાં કોરોનાનો પેસારો થયો છે. તેમના પરિવારના એક સાથે 22 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. કગથરાના પુત્ર, પુત્ર વધુ અને ભાઈ સહીત પરિજન કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે લલિત કગથરા અને તેના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નોંધનિય છે કે લલિત કગથરા ચૂંટણીની તૈયારીમાં હોવાથી છેલ્લા 8 દિવસથી ઘરે ન ગયા હતા.

સૌરાષ્ટ્રના દિગ્ગ્જ પાટીદાર ધારાસભ્યનો પરિવાર કોરોનાની ઝપેટમાં

 • ધારાસભ્ય લલિત કગથરાનો પરિવાર કોરોના ઝપેટમાં
 • પરિવારના 22 સભ્યોનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
 • કગથરાના પુત્ર, પુત્ર વધુ અને ભાઈ સહીત પરિજન કોરોનાની ઝપેટમાં
 • કગથરા અને તેના પત્નીનો રિપોર્ટ નેગેટિવ
 • કગથરા ચૂંટણીની તૈયારીમાં છેલ્લા 8 દિવસથી ઘરે ન ગયા હતા

લોકસભા-2019નાં રાજકોટ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર અને મોરબી જિલ્લાની ટંકારા વિધાનસભા બેઠકનાં ચાલુ MLA લલિત કગથરાનો પરિવાર કોરોનામાં સપડાયો છે. હાલમાં કોરોના સંક્રમણ ગુજરાતમાં વધતું જ જાય છે. ગુજરાતમાં દરરોજ 1000થી વધારે કેસ આવી રહ્યાં છે. સુરત બાદ હવે એપી સેન્ટર એ સૌરાષ્ટ્ર છે. કોંગ્રેસના દિગ્ગજ અગ્રણીનો પૂરો પરિવાર કોરોના પોઝિટીવ આવ્યો છે. જેને પગલે ફફડાટ વ્યાપી ગયો છે. એક સાથે 22 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ધારાસભ્યના ભાઈ, ભાભી સહિત આખો પરિવાર આ ચેપમાં સપડાયો છે. જેઓને તમામને હોમ ક્વોરંટિન કરાયા છે.

કેબિનેટ મંત્રી થયા હોમ ક્વોરેન્ટાઈન

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જસદણના અમરાપુરમાં હોમ ક્વોરન્ટાઈન થયા છે, બાવળિયા કોરોના પોઝિટિવ આવેલા પશુપાલન નિયામક ફાલ્ગુનીબેનના સંપર્કમાં આવ્યા હતા.

સુરતનો અઠવા ઝોન બન્યો કોરોના હોટસ્પોટ

સુરતના પોશ ગણતા અઠવા ઝોન કોરોના હોટસ્પોટ બન્યો છે, એક દિવસમાં અઠવા ઝોનમાં 45 પોઝિટિવ કેસ નોંધાયાં છે, અત્યાર સુધી અઠવા ઝોનમાં 1098 પોઝિટિવ કેસ નોંધાયાં છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. સીટી બસોને ધંન્વતરી રથ અને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખવામાં આવી છે, હાલ 10 સીટી બસ એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરાઇ છે.

CM અને ડે. CM કરશે સુરતની મુલાકાત

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી આવતીકાલે સુરતની મુલાકાત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે સુરતના અધિકારીઓ સાથે બેઠક કરશે. સુરતમાં વધતા જતા કોરોના કેસને લઈ સુરતની મુલાકાત કરશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બીજી વખત સુરત જશે. અમદાવાદ પેટર્નની જેમ સુરતમાં કેસ ઘટે તે દિશામાં ચર્ચા કરવામાં આવશે..મહત્વનું છે કે સુરતમાં અનલોકના 61 દિવસમાં કોરોનાના 11 હજાર 938 કેસ નોંધાઈ ચૂક્યા છે. સુરર શહેર સહિત જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 525 થઈ ગયો છે.તો બીજી તરફ શહેર જિલ્લામાં 8 હજાર 214  કોરોના દર્દી રિકવર થયા છે.

READ ALSO

Related posts

તૈયાર રહેજો: ભારતનો એટલો જલ્દી પીછો નહી છોડે કોરોના, વેક્સિન આવ્યા બાદ પણ લડવી પડશે લાંબી જંગ

Bansari

ગુજરાત માટે ખુશખબર : ગિરનારનો રોપ વે તૈયાર, 9 જ મીનિટમાં ઉપર પહોંચવા આટલા રૂપિયા રહેશે ટીકિટ

Bansari

સાઈબર એક્ષપર્ટે ઈન્સ્ટાગ્રામ પર ડાઉનલોડ કે અપડેપ ન કરવાની આપી ચેતવણી, તમારો ફોન થઈ શકે છે હેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!