GSTV
Home » News » ગાંધીનગરની બેઠક પર ભાજપનો બહિષ્કાર કરવા પાટીદારો સક્રિય

ગાંધીનગરની બેઠક પર ભાજપનો બહિષ્કાર કરવા પાટીદારો સક્રિય

Amit Shah bjp

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે સવારે વિરાટ રોડ શૉ યોજીને સમગ્ર ગુજરાતમાં ભાજપને પ્રચંડ પ્રભાવ હોવાનો દેખાવ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગાંધીનગરની બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવારે હાર્દિક પટેલના આંદોલન વખતે પાટીદારો પર કરેલા અત્યાચારનો બદલો લેવા માટે ચૂંટણીમાં તેમને સપોર્ટ ન કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. આ સંદર્ભમાં ચર્ચા કરીને અપક્ષ તરીકે પાટીદારના ઉમેદવારને ઊભો કરવાનું પણ આયોજન કરી રહ્યા છે.

આ આયોજનને સફળ બનાવવા માટે સાબરમતી, રાણીપ, ગાંધીનગર, સાણંદ, કલોલ, ઘાટલોડિયા અને નારણપુરાના પટેલો અને પાટિદારોનો સહકાર લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

પાટીદાર આંદોલન વખતે અમિત શાહે ભજવેલી ભૂમિકામાં પાટીદાર યુવાનો હોમાયા હોવાથી તેઓ અમિત શાહને જનરલ ડાયર સાથે ઓળખાવી રહ્યા છે. તેમને ચૂંટણીમાં હંફાવવાની તેમની નેમ છે. આ માટે જરૃર પડયે તેમના મત તોડવા માટે પાટીદાર ઉમેદવારને પણ ઊભો કરી દેવાની તૈયારી કરી રહ્યા છે. દિલીપ પટેલ-સાબવાને ચૂંટણી લડવા ઊભા કરવાને મુદ્દે પણ પાટીદાર વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે.

કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ ભીખુભાઈ પટેલ પણ અમિત શાહ દ્વારા પાટીદારોને ગોધરિયા તરીકે ઓળખાવીને કરવામાં આવેલા અપમાનથી ગિન્નાયેલા છે. પાટીદાર આંદોલનમાં તેમણે ભજવેલી ભૂમિકાથી નારાજ છે.

તેઓ પણ પાટીદારોને એક કરીને ગાંધીનગર નિર્વાચન ક્ષેત્રના તમામ પાટીદારોને એક થઈને અમિત શાહનો બહિષ્કાર કરવા આવાહન કરવાની તૈયારી કરી રહ્યા છે.

READ MORE:

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીએ શુક્રવારે કમલમ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે અમિત શાહ આવતીકાલે સવારે નવ વાગ્યે નારણપુરામાં સરદાર પટેલના બાવલા પાસે પ્રચંડ જનમેદનીને સંબોધન કરશે અને ત્યારબાદ પલ્લવ ચાર રસ્તા, શાસ્ત્રીનગર થઈને પ્રભાત ચોક જશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર જઈને તેમનું ઉમેદવારી પત્રક ફાઈલ કરશે. આ રૉડ શૉમાં કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથ સિંહ,કેબિનેટ મંત્રી નીતિન ગડકરી, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.

Related posts

ઓનલાઇન ટ્રેડિંગ છેતરપિંડીમાં ગુજરાતી ગેંગનો થયો પર્દાફાશ

Nilesh Jethva

અમદાવાદની પોળમાં જૈન સમાજની રથયાત્રાએ જમાવ્યું અનોખુ આકર્ષણ

Nilesh Jethva

જમીનના ઉંચા ભાવે સંબંધો ભુલાયા, નાના ભાઈનું મોત થતા રચાયું ષડયંત્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!