GSTV

માંગણી / શિક્ષણની આડમાં ખાનગી શાળાઓ કરી રહી છે ભ્રષ્ટાચાર, આક્ષેપ સાથે વાલીઓની 50 ટકા ફી માફીની માંગ

Last Updated on August 2, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં વાલીઓએ ફરીથી 50 ટકા ફી માફીની માંગ કરી છે. શાળાઓ વાસ્તવીક રૂપે શરૂ ન થાય ત્યાં સુધી 50 ટકા ફી માફીની વાલીઓ માંગ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, હાલ સરકારે 25 ટકા ફી માફીનો નિર્ણય કર્યો છે છતાં અનેક શાળા સંચાલકો પૂર્ણ ફી ભરવા દબાણ કરે છે. વાલી મંડળના પ્રમુખ જયેશ પટેલએ એવો આક્ષેપ કર્યો છે કે, ‘શિક્ષણની આડમાં ખાનગી શાળાઓ ભ્રષ્ટાચાર કરી રહી છે. ખાનગી શાળાઓમાં ગેરરીતિઓ ચાલી રહી છે અને તેની સામે શિક્ષણ વિભાગની પણ શંકાસ્પદ કામગીરી છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘ફી નિયમન સમિતિની કામગીરી વાલીઓના હિતમાં નિષ્ફળ છે.’

ફી

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સ્કૂલોમાં 25 ટકા ફીમાં રાહત અપાઇ હતી

મહત્વનું છે કે, રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સ્કૂલોમાં 25 ટકા ફીમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. ત્યારે ફરી વાર વાલી મંડળ અને ખાનગી શાળા સંચાલક મંડળ ફરીથી આમને સામને આવી ગયા છે. વાલીમંડળે 25 ટકા ફીમાં આપવામાં આવેલી રાહતને આવકારી હતી પરંતુ હવે અનેક શાળા સંચાલકો દ્વારા પૂર્ણ ફી ભરવા દબાણ કરવામાં આવતા વાલીઓ હવે 50 ટકા ફી માફી આપવાની માંગણી કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ શાળાઓમાં વિદ્યાર્થીઓને 25 ટકા રાહત અપાતા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પણ સરકારને ફીમાં 50 ટકા રાહત આપવાની માંગણી કરાઇ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!