જુનિયર કલાર્ક પેપર લીકના મામલમાં એક ખુલસો થયો છે. ગુજરાત ATS એ પેપર ફોડનાર જીત નાયકની ધરપકડ કરી છે. વહેલી સવારે જીત નાયકને ગુજરાત ATS ખાતે લાવવામાં આવ્યો છે. હૈદરાબાદથી ગુજરાત ATSની ટીમ લઈને આવી છે. જ્યારે આ ગુનામાં વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે. મીડિયા સાથેની વાતચીતમાં મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની પત્નીએ પોતે પતિની કરતુતોથી અજાણ હોવાનું રટણ કર્યું છે.

પતિના કરતુતો થી અજાણ હોવાનું રિદ્ધિ ચૌધરીનું રટણ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફૂટતાં છેલ્લી ઘડીએ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવી પડી હતી. પંચાયત સહિતના વિભાગોની ૧૧૮૧ જુનિયર ક્લાર્કની જગા માટે ૨૯ જાન્યુઆરીને રવિવારે રાજ્યના ૨૯૯૫ કેન્દ્રો પરથી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર હતી, પરંતુ આ પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાનું પ્રાથમિક રીતે પુરવાર થતાં પરીક્ષાના ગણતરીના કલાકો પહેલાં જ મોકૂફ રાખવાની મંડળે જાહેરાત કરી હતી. આગામી ૧૦૦ દિવસમાં નવેસરથી પરીક્ષા યોજવામાં આવશે. આ તરફ વધુ એક પેપર લીક થવાથી નારાજ લાખો ઉમેદવારોએ અમદાવાદ, આણંદ, લુણાવાડા, વડોદરા, રાજકોટ સહિતના કેન્દ્રો, બસ સ્ટેશનો પર એકત્રિત થઇ ચક્કાજામ કરી રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે કોંગ્રેસ, આમઆદમી પાર્ટીએ સરકાર પર માછલાં ધોયા હતા અને કસૂરવારો સામે ભવિષ્યમાં કોઇ હિંમત ન કરી શકે તેવા સખ્ત પગલાં લેવાની માગ કરી હતી.

નોંધનીય છે કે, એટીએસ દ્વારા દેશભરમાં પાંચ સ્થળોએ તો ગુજરાતના બે સ્થળ મળી સાત સ્થળોએ દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દરમ્યાન સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક ભાસ્કર ચૌધરીની પત્ની રિદ્ધિ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પતિની કરતુતોથી હું અજાણ છું. અન્ય વ્યક્તિઓને હું ઓળખતી નથી. હું ડાયરેક્ટરની પોસ્ટ ઉપર છું પરંતુ કોઈ કામ કરતી નથી માત્ર મારું નામ ચાલે છે. અત્રે નોંધનીય છે કે, જુનિયક ક્લાર્કની પરીક્ષામાં એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા 15 વ્યક્તિમાં ભાસ્કર ચૌધરીને મુખ્ય સુત્રધાર માનવામાં આવે છે. ભાસ્કર ચૌધરી મૂળ બિહારનો વતની છે તેની સ્ટેક વાઇઝ ટેકનોલોજી સંસ્થા વિવિધ એજ્યુકેશન – કોચિંગ, ઓનલાઇન એક્ઝામિનેશન સેન્ટર, વિદ્યાર્થીઓ માટે સરકારની વિવિધ તાલીમ યોજનાઓ, કોમ્પ્યુટર આઉટલસોર્સિંગ, કોર્પોરેટ ટ્રેઇનિંગ, બીપીઓ અને કેપીઓ કોલ સેન્ટર જેવી સર્વિસ પુરી પાડે છે.
READ ALSO
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
- તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ
- શેરબજારમાં આજે નહીં થાય ટ્રેડિંગ, 31 માર્ચ સુધી રાહ જોવી પડશે, જાણો કેમ ?
- સુરત! રામ નવમીના દિવસે માર્કેટ ચાલુ રાખવાના નિર્ણયનો વિવાદ વકર્યો, ફોસ્ટા અધ્યક્ષનું હિંદુ સંગઠનોના કાર્યકરે શાહી ફેંકી કર્યું મોઢું કાળું