તો ગુજરાતમાં ટાઈગર ઝિંદા હૈ, વનવિભાગની ટીમને વાઘ હોવાના મળ્યા પૂરાવા

પંચમહાલના શહેરના ગઢરોડ પર વાઘ દેખાયાના અહેવાલ બાદ આજે પણ વનવિભાગની ટીમ શોધખોળ કરી રહી છે. વનવિભાગે વાઘના પંજાના નિશાન મળ્યા છે. જેથી આ વિસ્તારમાં વાઘ આવ્યાનો વધુ એક પુરાવો મળ્યો છે. અને વનવિભાગે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. નાઈટ વિઝન કેમેરા સહિતના સાધનો વડે પણ વાઘને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મહિસાગરના આરે આવી રીતે આવ્યો વાઘ

રાજ્યભરમાં વર્ષોથી વાઘ નથી. પરંતુ પંચમહાલના શહેરા પાસે વાઘે દેખા દીધી હોવાની ચર્ચા હતી. શહેરના પાનમ પાટીયા પાસે રસ્તાની એક તરફ વાઘ જોવા મળ્યો હતો. અને તેની તસવીર પણ ક્લીક કરી દેવામાં આવી હતી. સાંજના સયે વાઘે રસ્તાની પાસે ટહેલતો જોવા મળ્યો હતો. મહીસાગર વનવિભાગની ટીમે આ અંગે નાઈટ વિઝન કેમેરા સાથે એક્સપર્ટને સાથે રાખી વાઘની અવરજવર સંભવિત સ્થળોએ તપાસ શરૂ કરી હતી.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં ગુગલિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ મહેરા ગત સાંજે પાંચથી છ વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યાં હતાં ત્યારે વાઘ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. એકદમ તેઓ વાઘને જોતાં ગભરાઈ ગયા હતા. તેમણે સાઇડમાં ગાડી ઊભી રાખી મોબાઈલ કેમેરામાં ફોટા પાડી લીધા હતા. અને હવે વનવિભાગ વાઘની શોધખોળ તેમજ વાઘના પૂરાવાઓ શોધી રહ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter