GSTV
Amreli Bhavnagar Jamnagar Rajkot Trending ગુજરાત

ચક્રવાતનો ખતરો/ સૌરાષ્ટ્ર-કચ્છમાં 391 કોવિડ હોસ્પિટલો અને 41 ઓક્સિજન પ્લાન્ટ : સરકારને પણ છે આ ડર

ઓક્સિજન

સૌરાષ્ટ્રનાં સાગરકાંઠા તરફ તૌક – તે વાવાઝોડુ તેજ ગતિએ આગળ ધસી રહયુ છે ત્યારે ભારે વરસાદ અને પવનને કારણે ઉભી થનારી સ્થિતીને પહોંચી વળવા અને ખાસ કરીને સૌરાષ્ટ્ર – કચ્છનાં ૧ર જિલ્લાઓમાં કાર્યરત ૩૯૧ કોવિડ હોસ્પિટલ અને અસરગ્રસ્ત ક્ષેત્રમાં આવેલા ૪૧ ઓકિસજન પ્લાન્ટમાં વીજ વિક્ષેપ ઉભો ન થાય તે માટે વીજ તંત્ર સજજ બન્યુ છે. પીજીવીસીએલની ર૯૧ અને તેની સાથે જોડાયેલા કોન્ટા્રકટરોની ર૯૪ મળીને પ૮પ ટીમો ખડેપગે રાખવામાં આવી છે.

ઓક્સિજન

વીજ વિક્ષેપ ઉભો ન થાય તે માટે જુદા જુદા જિલ્લાઓમાં ટીમો એલર્ટ

ભૂતકાળનાં વાવાઝોડાની અસરોને ધ્યાનમાં લઈને ઉર્જા વિભાગ, પીજીવીસીએલ અને જેટકોનાં અધિકારીઓએ તૌક – તે ની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને જરુરી સંસાધનો તૈયાર રાખવાની સાથે અને ઈજનેરોની ટીમોને તેનાત કરી છે. ખાસ કરીને કોરોનાનાં કહેર વચ્ચે વાવાઝોડુ આવી રહયું હોય ૧ર જિલ્લાઓમાં કાર્યરત ૩૯૧ કોવિડ હોસ્પિટલ અને ૪૧ ઓકિસજન પ્લાન્ટમાં વીજ વિક્ષેપ ઉભો ન થાય તે માટે જુદા જુદા જિલ્લાઓમાં ટીમોને એલર્ટ કરાઈ છે. આ ઉપરાંત ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાત વીજ કંપનીની આશરે ૧૬૦૦ જેટલી ટીમ સંશાધનો સાથે સૌરાષ્ટ્રમાં આવતીકાલે આવી પહોંચશે.

ઓક્સિજન

પીજીવીસીએ કચેરીમાં રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો

પીજીવીસીએ કચેરીમાં રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો છે. ભૂતકાળનાં વાવાઝોડાની કામગીરીનાં અનુભવોને ધ્યાનમાં લઈને વીજ પોલ ૧ લાખ, રપ હજાર કંડકટર, ર૦ હજાર ટ્રાસ્ફોર્મર, ૪૦૦ કી.મી.નો એલ ટી કેબલ, ડીજી જનરેટર સેટ, સબ સ્ટેશનોમાં પાણી ભરાય તો તેવી સ્થિતિમાં વોટર પમ્પ તૈયાર રખાયા છે.

આ સાધનો વેરાવળ, સોમનાથ, ઉના, મહુવા, દ્રારકા, ખંભાળીયા, નલીયા, ગાંધીધામ, મુંદ્રા સહિતનાં સબ સ્ટેશનો ખાતે પહોંચવામાં આવી રહયા છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે આજે રાજકોટ પીજીવીસીએલ ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જણાંવ્યુ હતું કે તૌક તે વાવાઝોડાની સંભવિત અસરો જ્યાં ઉભી થશે તેવા વિસ્તારોને અલગ તારવીને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા વીજ તંત્ર સજ્જ છે. કાંઠાળ વિસ્તારોમાં ડીજી સેટ સહિતના સાધનો પહોંચાડવામાં આવી રહયા છે.

Read Also

Related posts

મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો

Hardik Hingu

જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ

Zainul Ansari

અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…

GSTV Web Desk
GSTV