GSTV

ચક્રવાત/ ગુજરાતના દરિયા કાંઠે તાઉ-તે વાવાઝોડાની દસ્તકના પગલે ઓરેન્જ એલર્ટ જારી, 15 જિલ્લાઓને સાવચેત રહેવા તાકીદ

વાવાઝોડું

Last Updated on May 17, 2021 by Bansari

તાઉ-તે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. 175 કિ.મી.ની ઝડપે તાઉ-તે વાવાઝોડાની રાજયના દરિયા કાંઠે ટક્કરને લઇને ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે. સંભવીત અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન દરિયાઇ પટ્ઠાના તમામ જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા છે. જ્યારે રાજ્યના કુલ 15 જિલ્લામાં ૧૭પ કિમી સુધીન ઝડપે પવન ફૂંકાવાને લઇને સૌ કોઇએ સાવચેત રહેવા તાકીદ કરાઇ છે.

વાવાઝોડું

આ દરમિયાન વાવાઝોડાની અગમચેતી રૂપે તૈયારીની સમીક્ષા કરવા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. રાજ્યમાં સ્થિતિ બેકાબુ ના થાય તે માટે સરકારે આર્મી, નૌસેના અને વાયુસેનાને પણ સ્ટેન્ડુ ટુ રહેવાનો નિર્દેશ આપ્યો છે. છે. આ સમીક્ષા બેઠક પછી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિ.મી. દૂર છે, જે 17મીએ ગુજરાતના દરિયા કિનારે આવશે અને 18મીએ પોરબંદરથી લઈને ભાવનગરના મહુવાને ક્રોસ કરશે.

આજે ગુજરાતને ધમરોળશે ‘ટૌટે’ વાવાઝોડું

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાથી માંડ રાહત થઇ હતી ત્યાં હવે નવી આફત ઘેરાઇ છે. ‘ટૌટે’ વાવાઝોડું આજે સાંજ સુધીમાં ગુજરાતમાં ત્રાટકી શકે છે. રવિવારે મોડી રાતની સ્થિતિએ ‘ટૌટે’ વાવાઝોડું દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વથી ૪૦૦ કિલોમીટરના અંતરે હતું. જેના પગલે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર એમ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ૧૫૦થી ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેની સંભાવના છે. અનેક વિસ્તારોમાં દરિયો ગાંડોતૂર પણ બનતા જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે. ટૌટે વાવાઝોડાની આ આફતનો સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ૪૪ જ્યારે સેન્ટ્રલ ઓફ સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ૬ ટીમો સંભવિત જોખમ સ્થળે તૈનાત કરી દેવાઇ છે. દરિયા કિનારા વિસ્તારના ૧.૫૦ લાખ લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ટૌટે વાવાઝોડાની તિવ્રતામાં આગામી ૨૪ કલાકમાં હજુ પણ વધારો થશે

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન અનુસાર ટૌટે વાવાઝોડાની તિવ્રતામાં આગામી ૨૪ કલાકમાં હજુ પણ વધારો થશે અને તે સોમવારે સાંજ સુધીમાં ગુજરાતને ધમરોળશે. રવિવારે મોડી રાતની સ્થિતિએ આ વાવાઝોડું પોરબંદર અને મહુવા જિલ્લા વચ્ચેના દરિયાકાંઠેથી મંગળવારે વહેલી સવારે પસાર થઇ શકે છે. આ વાવાઝોડાના આગમન વખતે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ૧૫૦થી ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાય તેની સંભાવના છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, ભરૃચમાં ૧૭ મેની મધ્યરાત્રિથી મંગળવારે સવાર સુધી ૭૦થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઇ શકે છે.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ૧૭-૧૮ મેના વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની આગાહી

સોમવારે સવારથી દરિયો વધુ ગાંડોતુર બનશે અને સમુદ્રમાં ૩ મીટર સુધીના મોજા ઉજળે તેની સંભાવના છે. વાવાઝોડાને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ માટે દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ૧૭-૧૮ મેના વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું ૧૯ મેના ડિપ્રેશનમાં ફેરવાશે. ૧૭ મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે, તા. ૧૭ અને ૧૮મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૃચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં ૭૦ થી ૧૭૫ કિ.મી. સુધીનો પવન રહે એવી સંભાવના છે.

ટૌટે

સંભવિત અસર થનાર જિલ્લાઓમાં જિલ્લાકક્ષાએ કંટ્રોલ રૃમ કાર્યરત કરીને સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સલામતિના પગલાંરૃપે નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે અને જરૃર જણાય ત્યાં કોવિડ પ્રોટોકોલ મુજબ સ્થળાંતરની કામગીરી શરૃ કરી દેવાઈ છે. રવિવારે બપોર સુધીમાં દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરૃચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ મળી કુલ ૧૭ જિલ્લાઓમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે., તા. ૧૭ અને ૧૮મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૃચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં ૭૦ થી ૧૭૫ કિ.મી. સુધીનો પવન રહે એવી સંભાવના છે.

‘ટૌટો વાવાઝોડું : હાઇલાઇટ્સ

: દરિયાકાંઠાના વિસ્તારના ૧.૫૦ લાખથી વધુ નાગરિકોને મોડી રાત સુધી કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે ખસેડાયા.

: ૧૮ મેના રોજ સંભવિત અસરગ્રસ્ત ૧૫ જિલ્લામાં ૭૦થી ૧૭૫ કિ.મી.ની પવનની ગતિ રહેવાની સંભાવના.

: રેસ્ક્યુ કામગીરી માચે સંબધિત જિલ્લામાં એનડીઆરએફની ૪૪ ટીમ ફાળવાઇ, જ્યારે એસડીઆરએફની ૬ ટીમ તૈનાત.

:બપોર સુધીમાં દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરૃચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ મળી કુલ ૧૭ જિલ્લાઓમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.

: આ માટે ૨૦ એનડીઆરએફની ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે, ૪ ટીમો દક્ષિણ ગુજરાતમાં અને ૧૫ વધારાની ટીમો હવાઈ માર્ગે મંગાવાઈ છે. એટલુ જ નહીં પાંચ એનડીઆરએફની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે એટલે કે કુલ ૪૫ એનડીઆરએફની ટીમો રેસ્કયુ કામગીરી માટે ફાળવવામાં આવી છે.

: માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના.

: અત્યારસુધીમાં કુલ ૧૯૭૭ બોટ પરત ફરી. મીઠાના અગરિયાઓને સલામત સ્થળે ખસેડાયા.

ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે?

૧૭ મે : વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.

૧૮ મે: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ,ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૃચ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર,

૧૯ મે: અમદાવાદ, ગાંધીનગર આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, ખેડા, સુરત, ભરૃચ, વડોદરા.

Read Also

Related posts

BIG BREAKING: રાજસ્થાનના જયપુરમાંથી એક જ પરીવારના 9 સભ્યો થયા સંક્રમિત, ઓમિક્રોને તો ચિંતા વધારી

pratik shah

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના કર્યા દર્શન, દારૂ જુગારનું દૂષણ નાથવા વિભાગ કડક કાર્યવાહી કરશે

pratik shah

કોરોના વોરીયર્સના સન્માન માટે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર, આેમીક્રોન સામે લડવા માટે તંત્ર છે તૈયાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!