GSTV
Gujarat Government Advertisement

કુદરતી આફત પછી માનવીય મુશ્કેલી/ અમદાવાદ સિવિલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર, રાજ્ય સરકાર સામે આ માંગ રાખી

Last Updated on May 18, 2021 by Bansari

તાઉત તોફાનના કારણે રાજ્યમાં ભારે નુકશાન થયુ છે, ત્યારે બીજી તરફ નર્સિંગ સ્ટાફની હડતાલ રાજ્ય સરકાર માટે માથાનો દુખાવો બની છે. આજરોજ આખા ગુજરાતમાં તમામ નર્સિંગ સ્ટાફ તેમની માંગોને લઇ પ્રતિક હડતાળ પર છે. જો સરકાર તેમની માંગો નહીં માને તો અનિશ્ચિત સમય માટે હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી છે.

નર્સિંગના વિદ્યાર્થીઓ હાલ કોરોનાના કપરાકાળમાં હોસ્પિટલમાં દિવસ-રાત સેવા આપી રહ્યા છે. હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવાના કારણે અમુક વખતે બેથી ત્રણ વિદ્યાર્થી જ આખા વોર્ડની દેખરેખ કરે છે, અમુક વખતે ઓવર ડ્યૂટી પણ કરવી પડે છે. તેમ છતાંય તેમને યોગ્ય વળતર આપવામાં આવી રહ્યું નથી. તથા નર્સિંગ સ્ટાફની કાયમી ભરતી કરવામાં આવી રહી નથી. ઉપરાંત જે નર્સિંગ સ્ટાફનું મૃત્યુ કોરોનાના કારણે થયુ છે, તેમાંથી ઘણાંને હજુ સુધી સહાય અપાઇ નથી. એ લોકોને જલદથી જલદ સહાય આપવામાં આવે તેવી માંગ નર્સિંગ સ્ટાફે કરી છે.

નર્સિંગ સ્ટાફની માંગો

  1. કેન્દ્ર સરકારના ધોરણે તમામ ખાસ એલાઉન્સ (નર્સીગ, યુનિફોર્મ અને વોશીંગ) અને ગ્રેડ પે:
  2. આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે
  3. નર્સિંગ સ્ટૂડેન્ટ્સને યોગ્ય સ્ટાઇપેન્ડ
  4. હાયર સ્કેલનો સ્લેબ 12-24ને બદલે 10-20-30 કરવામાં આવે
  5. નર્સીસની અછત નિવારવા જરૂરી આયોજન
  6. બઢતી, બદલી અને નવી જગ્યાઓ ઉપલબ્ધ કરાવવા
  7. નર્સિંગ શિક્ષણ પરત્વે યોગ્ય આયોજન
  8. કોવિડ ફરજો દરમિયાન નર્સિંગ સ્ટાફે એક પણ રજા નથી લીધી, જેને જમા કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે
  9. વર્ષ 2005માં નિમણૂક મેળવી ફરજો બજાવતા સ્ટાફ નર્સ સંવર્ગને ન્યાય
  10. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ
  11. એનપીએમ મેટર
  12. સેપ્રેટ ડીરેક્ટોરેટ ઓફ નર્સિંગ (નર્સિંગ સેલ)ની રચના કરવી

નેતાઓનું ટ્રાન્સફર

યૂનાઇટેડ નર્સ ફોરમના પ્રેસિડેન્ટ દિપકમલ વ્યાસની ગીર સોમનાથ અને વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાલાની રાજુલા, અમરેલી ખાતે બદલી કરી દેવામાં આવી છે. યૂનાઇટેડ નર્સ ફોરમના સભ્યોએ આ ઘટનાને વખોડી નાંખી છે અને જ્યા સુધી રાજ્ય સરકાર આ મુદ્દાઓનો ઉકેલ ના લાવે ત્યાં સુધી ઉગ્રતા પુર્વક વિરોધ કરવાનું કહી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!