GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ખુશખબર : દેશભરમાં શ્રેષ્ઠ વીજ વિતરણમાં ગુજરાત નંબર વન, આ કંપનીઓ રહી ટોપમાં

વીજ

દેશભરમાં શ્રેષ્ઠ વીજ વિતરણ વ્યવસ્થામાં રાષ્ટ્રિય સ્તરે સતત સરકાર હસ્તકની ચારેય વીજ વિતરણ કંપનીઓને ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા હાથ ધરાયેલ ૧૦મા એન્યુઅલ ઇન્ટીરગ્રેટેડ રેટિંગમાં ‘એ પ્લસ’ રેટિંગ પ્રાપ્ત કરેલ છે. જેમાં એન્યુઅલ ઇન્ટીષગ્રેટેડ રેટિંગમાં રાજય સરકાર હસ્તકની તેમજ ખાનગી એમ સમગ્ર દેશની કુલ મળી ૭૧ વીજ કંપનીઓમાં DGVCL & MGVCL પ્રથમ અને બીજા ક્રમે, UGVCL ચોથા ક્રમે જયારે PGVCL આઠમા ક્રમેં જોવા મળી છે.

વીજળી

ગુજરાત રાજ્યના ઊર્જાવાન ઊર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું છે કે, ગુજરાતના તત્કાભલિન મુખ્યતમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વે હેઠળ પાવર સેકટર રીફોર્મ્સ તેમજ ઊર્જા ક્ષેત્રને વધુ સુદ્રઢ કરવા માટે લીધેલા પગલાંઓને આગળ ધપાવી છે. જેના પગલે ગુજરાત શ્રેષ્ઠ વીજ વિતરણ વ્યવસ્થાઓમાં રાષ્ટ્રિય સ્તરે પ્રસ્થાપિત થયું છે. રાજય સરકારની વીજ વિતરણ કંપનીઓએ ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્તિ કરીને “એ પ્લસ” રેટિંગ પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખી છે.

રાજય સરકાર તેમજ ઊર્જા વિભાગના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીના પરિણામે રાજ્યનું ઊર્જા ક્ષેત્ર દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યની વીજ કંપનીઓના કર્મચારીઓની નિષ્ઠા અને ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતાને કારણે રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓએ દર વર્ષે “એ પ્લસ” રેટિંગ પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખેલ છે ,અત્રે એ ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ રાજયમાં વીજળી સંબંધિત કઠિન પરિસ્થિતિ નિર્માણ થયેલ. આ અંગે વિગતે વાત કરતાં ઊર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે કોલસા અને ગેસના પુરવઠા સંબંધે સરજાયેલ વૈશ્વિક પરિસ્થિતિમાં દેશના અન્ય રાજયોમાં વીજળીની તંગી અને વીજ કાપની સ્થિતિ ઊભી થયેલ. પરિસ્થિતિમાં જ્યારે દેશના અન્ય રાજ્યો વીજળીની તંગીનો સામનો કરી રહ્યા હતા ત્યારે ગુજરાતને કોલસાનો પર્યાપ્ત પુરવઠો તેમજ રેલ્વે રેકની ઉપલબ્ધિ પર્યાપ્ત માત્રામાં થવાથી ગુજરાત વીજળીની તંગીની સમસ્યાનો સફળતાપૂર્વક સામનો કરી શક્યું હતુ. આજ દિન સુધી સમગ્ર દેશની માત્ર રાજય હસ્તકકની વીજ કંપનીઓજ સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ આ વર્ષથી ખાનગી ક્ષેત્રની વીજ વિતરણ કંપનીઓને પણ સામેલ કરવામાં આવી હતી અને તેમાં પણ ગુજરાત રાજયની વીજ કંપનીઓએ ભવ્ય સફળતા પ્રાપ્ત કરીને “એ પ્લકસ” રેટિંગ જાળવી રાખ્યો છે.

વીજ

દેશભરની રાજય તેમજ ખાનગી હસ્તકની વીજ વિતરણ કંપનીઓના આ પ્રકારના મૂલ્યાંકનનો અહેવાલ કેન્દ્રે સરકારના ઊર્જા મંત્રાયલ દ્વારા પાવર ફાયનાન્સન કોર્પોરેશન (પીએફસી) તેમજ મિકેન્ઝી્ એન્ડર કંપનીના સહયોગમાં તૈયાર કરવામાં આવેલ છે. જેમાં દેશભરમાંથી રાજય હસ્તકની ૪૬ અને ખાનગી હસ્તકની ૧૪ અને ઊર્જા વિભાગની ૧૧ મળી કુલ ૭૧ સ્ટે ટ યુટિલિટીઝ દ્વારા ભાગ લેવામાં આવેલ. આ પ્રકારના મૂલ્યાંકનમાં જે પરિમાણોના આધારે રેટિંગ નક્કી કરવામાં આવે છે તેમાં ફાયનાન્સીયલ સસ્ટેનાબિલીટી,ઓવરઓલ પ્રોફિટીબિલીટી, કેશ પોઝીશન, પર્ફોમન્સ એકસેલન્સવ જેમ કે, બીલીંગ એફિશીયન્સી્, કલેકશન એફિશીયન્સીન, ડીસ્ટ્રીબ્યુશન લોસ, કોર્પોરેટ ગવર્નન્સે, એકસ્ટર્નલ એન્વા્યરમેન્ટ્, લોસ ટેકઓવર બાય સ્ટે્ટ ગવર્નમેન્ટ, ગવર્નમેન્ટલ ડયૂઝ, ટેરિફ સાયકલ ટાઇમલાઇન, કોસ્ટ એફિશીયન્સી‍, રેગયુલેટરી અને પાવર રીફોર્મસ વગેરે જેવા પરિમાણોનો સમાવેશ થાય છે. જેમાં રાજ્ય સરકાર હસ્તકની ચારેય વીજ વિતરણ કંપનીઓએ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી, કુલ ૭૧ કંપનીઓમાંથી DGVCL & MGVCL પ્રથમ અને બીજા ક્રમે તેમજ UGVCL ચોથા ક્રમે જયારે PGVCL આઠમા ક્રમે સ્થાન મેળવી ‘‘એ પ્લેસ ’’ રેન્ક પ્રાપ્તો કરેલ છે. આ ઇન્ટીગ્રેટેડ રેટિંગ કેન્દ્રિય ઊર્જા મંત્રાલય દ્વારા ર૦૧રમાં આયોજિત સ્ટેટ પાવર મિનિસ્ટર્સ કોન્ફરન્સ ખાતે એક ફ્રેમવર્ક બનાવી શરૂ કરવામાં આવેલ. જેથી વીજ કંપનીઓનું વાસ્તવદર્શી મૂલ્યાંકન થઇ શકે અને વીજ કંપનીઓ તેમના સામર્થ્ય અને ખામીઓને જાણીને તેના આધારે જરૂરી આયોજન કરી યોગ્ય પગલાં લઇ જે તે વીજકંપનીઓ ભવિષ્યમાં વધુ પ્રગતિ હાંસલ કરી શકે તેવો આશય રહેલો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

Karan

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda

તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

Karan
GSTV