GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

Corona: રોગચાળો લગભગ આખા ભારતમાં ફેલાયો, મોતના આંકમાં મહારાષ્ટ્ર નંબર 1 અને ગુજરાત નંબર 2

કોરોના

Corona વાયરસ રોગચાળો લગભગ આખા ભારતમાં ફેલાઈ ગયો છે. દરરોજ Coronaના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લાં 24 કલાકમાં Coronaના 7,964 કેસો સામે આવ્યાં છે અને 264 લોકોના મૃત્યુ થઈ ગયા છે. આ સાથે દેશમાં Coronaથી પીડિત દર્દીઓની સંખ્યા 1 લાખ 73 હજાર 763 થઈ ગઈ છે. અત્યારે દેશમાં 86422 એક્ટિવ કેસ છે તો અત્યાર સુધી 4971 દર્દીઓના મૃત્યુ થયા છે. Coronaના કુલ દર્દીઓની દ્રષ્ટિએ દુનિયામાં ભારત નવમા સ્થાને પહોંચી ગયો છે અને એણે તુર્કીનું સ્થાન લીધું છે.

મોતનો આંક સતત ઉંચકાઈ રહ્યો છે

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો આ ઝડપથી Coronaના કેસ વધતા રહેશે, તો ભારત ગણતરીના દિવસોમાં ટોચના પાંચ દેશોમાં સામેલ થઈ જશે. મોતના આંકમાં મહારાષ્ટ્ર નંબર 1, ગુજરાત નંબર 2 છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ Corona ના 2098 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યાં છે. દિવસે દિવસે મોતનો આંક સતત ઉંચકાઈ રહ્યો છે. જેમાં મહારાષ્ટ્ર પછી બીજા સ્થાને ગુજરાત છે, જ્યાં આ જ ગાળામાં નવા 980 મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં 398, મધ્યપ્રદેશમાં 334, પશ્ચિમ બંગાળમાં 302, ઉત્તરપ્રદેશમાં 198, રાજસ્થાનમાં 184, તમિલનાડુમાં 154, તેલંગાણામાં 71 અને આંધ્રપ્રદેશમાં 60 મોતના આંક સામે આવ્યાં છે. કર્ણાટકમાં અત્યાર સુધી 48 લોકોના મૃત્યુ થઈ ગયા છે, તો પંજાબમાં 42, જમ્મુ-કાશ્મીરમાં 28 લોકોના Coronaના કારણે મૃત્યુ થયા છે.

કોરોના

મહારાષ્ટ્રમાં 2211 પોલીસ કર્મચારીઓને Corona

મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછા 2211 પોલીસ કર્મચારીઓ Coronaનો ભોગ બન્યાં છે, જેમાંથી 25 કર્મચારીઓએ જીવ ગુણાવ્યાં છે. એમાં 16 પોલીસ કર્મચારીઓ મુંબઈના, ત્રણ નાસિકના, બે પૂણેના, બે સોલાપુરના, એક-એક થાણે અને મુંબઈ એટીએસના છે.

મમતાના રાજ્યમાં મૃત્યુઆંક 300ને આંબી ગય

મમતા બેનર્જી શાસિત પશ્ચિમ બંગાળામાં શુક્રવારે સાત લોકોના મૃત્યુ થઈ ગયા, જેના પરિણામે અહીં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 302 થઈ ગયો હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં Coronaના નવા 277 કેસ સામે આવ્યાં છે.

READ ALSO

Related posts

ચીનને લાગશે મોટો ઝટકો, ભારત અને અમેરિકા બાદ હવે આ દેશમાં પણ ટિક ટોક પર પ્રતિબંધ

Pravin Makwana

ભારત-ચીન વિવાદ મુદ્દે ચીની રાજદૂતનો વિડીયો સંદેશ થયો જાહેર, કહ્યું તણાવ ઓછા કરવા થઈ રહ્યાં પ્રયત્નો

Mansi Patel

વિકાસનું એન્કાઉંટર: 5 લાખનો ઈનામી, 250 રૂપિયામાં ઝડપાયો, 500 રૂપિયામાં થયો ઠાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!