GSTV
Gujarat Government Advertisement

કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો

કર્ફ્યૂ

Last Updated on February 27, 2021 by Pravin Makwana

રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમજ સંક્રમણને રોકવા માટે રાજ્યના ચાર મહાનગરપાલિકામાં કેસોમાં થતા વધારાને ધ્યાને લેતા રાત્રિ કર્ફ્યુ 15 દિવસ માટે લંબાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે, રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવેલો છે.

મહત્વનું છે કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટીની બેઠકમાં કોરોનાને ધ્યાને રાખી મહત્વના નિર્ણયો લેવાયા હતાં. ત્યારે આ મામલે રાજ્યના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ‘કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજ્યમાં સર્વેલંસ અને ધન્વંતરી રથની કામગીરી સધન કરવામાં આવશે. ઉપરાંત સંક્રમણને અટકાવવા માટે બોર્ડર એરીયા પર સ્ક્રીનિંગ કરવા માટેની પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે તેમજ કોવિડ વેક્સીનેશન કામગીરીની સમીક્ષા કરી વેક્સીનેશન ઝડપથી પૂર્ણ થાય તે અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.’

ડૉ. જયંતિ રવિએ વધુમાં જણાવ્યું કે, ‘CM રૂપાણી દ્વારા કોર કમીટીના સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી અને ચાર મહાનગરપાલિકાના વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા રાત્રિ કર્ફ્યુ 15 દિવસ માટે લંબાવવામાં આવ્યો છે ઉપરાંત આ બેઠકમાં કોવિડ-19ના રસીકરણ, ફેઝ-2 માટેની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.’

તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ 10 લાખ વસ્તીની સામે પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા કોવિડ-19ની રસી કોવિશિલ્ડના 15.70 લાખ જેટલા ડોઝ, જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન રસીના 4.86 લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ આગામી તા. 1 માર્ચ, 2021 ના રોજથી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા 45થી 59 વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવશે. જેમાં તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિના મૂલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. 100/- વહીવટી ખર્ચ અને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે.’

ડૉ. જયંતિ રવિએ કહ્યું કે, ‘બીજા તબક્કાના આ રસીકરણ અભિયાન માટે શરૂઆતના તબક્કે અંદાજીત 500 જેટલાં સેન્ટરો (સરકારી+ખાનગી) દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવશે.’ રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે, અથવા રસીકરણના સ્થળે જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો અન્ય ઓળખ કાર્ડ પૈકી કોઇ પણ એક ઓળખ કાર્ડ ફરજીયાત રજૂ કરવાનું રહેશે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા

Pravin Makwana

મોટી રાહત / કોરોનાની બીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ ભારતીય રસી યુકે-બ્રાઝિલ વરિઅન્ટ સામે અસરકારક

Bansari

તંત્રની ખુલી પોલ/ સુરતમાં એટલી બદતર સ્થિતિ છે કે શબવાહીનીઓ ખૂટી પડી, કોવિડ ડેડ બોડી લાવવા સ્કૂલ વાનનો ઉપયોગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!