GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ ગુજરાતના 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂની કડક અમલવારી, 6મે થી 12 મે સુધી રાજ્યમાં રહેશે રાત્રિના 8થી સવારના 6 કરફ્યૂ

Last Updated on May 4, 2021 by Harshad Patel

રાજ્યમાં 8 મહાનગરો ઉપરતાં 29 શહેરોમાં નિયમો લાગુ કરાયા છે. રાજ્યમાં હવે 36 શહેરોને નિયંત્રણ હેઠળ લાવવામાં આવ્યા છે. 6 મેથી 12 મે સુધી નિયમો લાગુ કરાયા છે. રાત્રે 8 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ કરાયા છે. રાધનપુર, કડી વિસનગરમાં ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસામાં પણ નિયમો લાગુ કરાયા છે.
ધાર્મિક સંસ્થાનો બંધ રહેશે. ખાનગી, સરકારી કચેરીઓમાં 50 ટકાસ્ટાફ સાથે દુકાનો ઓફિસો ખુલ્લી રહેશે.એપીએમસીમાં માત્ર ફળફળાદી અને શાકભાજીનું વેચાણ થશે. રાજ્યમાં પહેલા 29 શહેરોમાં નિયંત્રણો હતો. જેમાં હાલ કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો મુજબ વધુ 8 શહેરોનો ઉમેરો થતાંરાજ્યમાં 36 શહેરોમાં મિનિ લોકડાઉન જેવી સ્થિતિ રહેશે.

શું ચાલું રહેશે શું રહેશે બંધ

 • અગાઉ ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ ૭ શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો
 • ખાનગી ઓફિસોમાં પ૦ ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે
 • આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે
 • લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
 • તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
 • પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે.
 • પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
 • સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes બંધ રહેશે.

શાકભાજી ફળફળાદીના વેચાણ ચાલુ રહેશે. દુધની દુકાનો કરિયાણાની દુકાનો પણ ચાલુ રહેશે. દવાની દુકાનો નાઈટ કરફ્યૂમાં પણ ચાલુ રહી શકશે. અન્ય કામકાજ દિવસ દરમિયાન બંધ રહેશે.

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલામાં નવા 13,050 કેસ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 131 લોકો મોતને ભેટ્યા છે. કુલ કેસો: 6,20,472 નોંધાયા છે.રાજ્યમાં 778 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રખાયા છે….છેલ્લા 24 કલાકમાં કુલ 12 હજાર 121 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં 778 દર્દીઓની હાલત ગંભીર

કોરોના
 • ગુજરાતમાં, છેલ્લા 24 કલાકમાં # COVID19 ના 13,050 કેસ નોંધાયા છે.
 • 12,121 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા
 • 131 લોકો મૃત્યુ પામ્યા હતા.

12,121 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

 • કુલ કેસો: 6,20,472
 • કુલ ડિસ્ચાર્જ: 4,64,396
 • સક્રિય કેસ: 1,48,297
 • કુલ મૃત્યુ: 7,779
 • કુલ રસીકરણ: 1,27,03,040

આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 7 હજાર 779 લોકોના મોત થઇ ચૂક્યા છે…તો રાજ્યમાં 778 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રખાયા છે.છેલ્લા 24 કલાકમાં કુલ 12 હજાર 121 દર્દીઓ સાજા થયા છે…તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 4 લાખ 64 હજાર 396 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ B.1.167 કોરોના વેરિએન્ટ સૌથી ખતરનાક પણ આ વેરિએન્ટથી પણ ઘાતક ભારતમાં આવી શકે છે નવો વેરિએન્ટ, સાચવજો

Dhruv Brahmbhatt

ઓપન લેટર/ જ્યાંથી વેક્સિન મળે ત્યાંથી ખરીદી દેશને વેક્સિન આપો, વડાપ્રધાન પાસે 12 મોટા વિપક્ષી દળોએ કરી આ 9 માંગણીઓ

Dhruv Brahmbhatt

BIG NEWS: ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર સામે નોંધાઈ ફરિયાદ, એફબીઆઈએ તપાસ આદરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!