આજે 24 માર્ચે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક હાઈલેવલ બેઠક યોજી હતી. રાજ્યની જેલોમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગેની આ બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી અને બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યની તમામ જેલોમાં સર્ચ ઓપરેશનના આદેશો છૂટ્યા. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહીત સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ વગેરે જેલોમાં પોલીસે દરોડા પાડ્યાં.

રાજ્યની જેલોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ હોવાના સમાચારો ભૂતકાળમાં સામે આવ્યાં હતા. પરંતુ આજે જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે રીતે હાઈલેવલ બેઠક કરી અને ત્યારબાદ રાજ્યની જેલોમાં દરોડા પાડવામાં આવ્યા એ વાત ઘણું વધુ કહી જાય છે.

પોલીસ નિયમાવલી અનુસાર રાજ્યની જેલોમાં સમયાંતરે નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ છે. ક્રાઇમ બ્રાન્ચ અને SOG સહીતની ટીમોએ ગમે ત્યારે જેલની વિઝીટ કરીને ચેકીંગ કરવાનું રહે છે, જેથી કરીને જેલ નિયમો અનુસાર ચાલે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામી શકાય. આ નિયમ હોવા છતાં શા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે હાઈલેવલ બેઠક યોજી અને રાજ્યની જેલોમાં એક સાથે દરોડા પાડવામાં આદેશ આપવામાં આવ્યા? અથવા તો નિયમિત વિઝીટ અને ચેકીંગનો નિયમ હોવા છતાં શા માટે પોલીસ પ્રશાસન ગૃહ રાજ્યમંત્રીના આદેશની રાહ જોઈને બેઠું હતું?

જેલોમાં અધિકારીઓ કે એજન્સીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય તો તેમના દ્વારા કરવામાં આવતી તપાસમાં શું કોઈ ચૂક રહી જતી હતી કે કઈ તેમના નજરમાં ન હતું આવતું તો? શું આ કારણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી દ્વારા આવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે? જેલમાં ચેકીંગ બાદ પણ અવારવાર પ્રરીબંધિત વસ્તુઓ મળી આવવી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પકડાવી એ જેલની તપાસ અને જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઉભા કરે છે.
વાસ્તવમાં ગૃહ રાજ્યમંત્રીના આદેશથી હાલ રાજ્યભરની જેલોમાં જે દરોડા ચાલી રહ્યા છે, એ એમની સફળતા કે જશ ખાટવા જેવી કામગીરી નહીં પણ નિષ્ફળતા છે કે એમનું જેલ અને પોલીસ તંત્ર એ કામગીરી સુપેરે નથી કરી રહ્યું, જે કરવી એમની ફરજનો ભાગ છે. એમની નિયમાવલીમાં લખેલું છે. આજના દરોડા એ દર્શાવે છે કે ગૃહ રાજ્યમંત્રીના તાબામાં રહેલું તંત્ર કઈ હદે શિથિલ અને અસક્ષમ છે કે એની નિયમિત ફરજમાં આવતી કામગીરી કરવા માટે પણ ખુદ ગૃહમંત્રીએ સરપ્રાઈઝ વિઝીટ અને મિટિંગો કરવાના નાટક કરવા પડે છે. ગૃહ મંત્રીશ્રીએ આજના ઘટનાક્રમ અને એ સંદર્ભે થઇ રહેલી વાહવાહીથી પોરસાવાના બદલે એમના તંત્રો આટલા બેદરકાર કેમ છે એ મુદ્દે આત્મમંથન કરવું જોઈએ અને લીંબડ જશ ખાટવાની જગ્યાએ પોતાના તંત્રોને સક્ષમ બનવાના પ્રયાસો કરવા જોઈએ.
જો તમારી જેલોમાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા તપાસ થતી હતી તો એમના દ્વારા એવી તે કેવી ચુકો રહી ગઈ કે આજે આવડું મોટું અભિયાન ચલાવવું પડ્યું? શું આપણી એજન્સીઓ એટલી અસક્ષમ છે?
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો