નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન અર્થાત નાફેડ દ્વારા ગુજરાતમાં રાજકોટ, ગોંડલ, મહુવા અને પોરબંદર એ ચાર કેન્દ્રો પરથી ડુંગળીની પ્રતિ કિલો રૂ.7 અને રૂ.9ના ભાવાથી ખરીદીનો પ્રારંભ કરાયાની મસમોટી જાહેરાત થઈ છે પરંતુ, વાસ્તવમાં ડુંગળીની ખરીદી થઈ નથી અને ખરીદીની પ્રક્રિયા, નિયમોની માયાજાળ જોતા ખેડૂતોને રાહત મળે તેવા કોઈ અણસાર મળ્યા નથી.

ગોંડલમાં નાફેડના અિધકારીઓ નહીં આવતા ખેડૂતોમાં રોષ જાગ્યો તો રાજકોટમાં માત્ર સારી ડુંગળીની જ ખરીદી થશે તેવા નિયમથી નબળી ગુણવત્તાની કે નાના કદની ડુંગળી કુદરતી રીતે પાકી છે તેના ભાવ નહીં મળતા ખેડૂતોમાં નિરાશા થઈ હતી.
આજે ગોંડલમાં નાફેડ ખરીદી કરશે તેવી જાહેરાતાથી ખેડૂતો મોટી સંખ્યામાં ડુંગળી લઈને પહોંચ્યા હતા પરંતુ, અિધકારીઓ આવ્યા ન્હોતા. ખેડૂતોએ રોષભેર જણાવ્યું કે મોટા ઉદ્યોગપતિઓને અબજોની લ્હાણી કરતી સરકાર ખેડૂતોની ચિંતા કરતી નથી. નાફેડના અિધકારીઓની અડધી કલાક રાહ જોયા પછી માર્કેટ યાર્ડે જ રાબેતામૂજબ હરાજી શરુ કરી હતી
રાજકોટ યાર્ડના સૂત્રો અનુસાર તેમને અગાઉથી નાફેડ ખરીદી શરુ કરશે તેની જાણ ન્હોતી. આમ છતાં વ્યવસ્થા કરાઈ હતી પરંતુ, ખેડૂતો માત્ર ડુંગળી લઈને વેચવા આવતા હોય છે, તેમની સાથે 7-12ના દાખલા સહિતના દસ્તાવેજો,આધારો હોતા નથી તેથી ખરીદી થઈ શકી નથી.

નાફેડની ખરીદી નાટક જણાય છે તેના ખેડૂતોએ આપેલા કારણો મૂજબ –
(1) નાફેડ માત્ર સારી ગુણવત્તાની ડુંગળી, 34 અને 45 મિ.મિ.ની જ ખરીદશે જેના ભાવ પ્રતિ મણનારૂ.140 અને રૂ.180 લેખે ચૂકવાશે. પરંતુ, આજે જ રાજકોટ સહિત માર્કેટયાર્ડમાં આવી ડુંગળીના રૂ.150 થી રૂ.230 સુધીના ભાવ તો મળે જ છે. સમસ્યા રૂ.20-30-40ના મણે વેચાતી ડુંગળી, કે જેમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ડુંગળીની કિંમતથી વધી જાય છે તે વાજબી ભાવે ખરીદવાની છે.
(2) નાફેડ દ્વારા ડુંગળી વેપારીઓની જેમ નથી ખરીદાતી, આ માટે વિવિધ દાખલાઓ આપી પ્રક્રિયા કરવાની હોય છે જેની ઝંઝટ ખેડૂતો માટે હાલાકી સર્જે છે.
(3) ખેડૂતો ડુંગળી લાવશે તે ખરીદી જ લેવાશે તેવી કોઈ ખાત્રી ખેડૂતોને નાફેડ આપતું નાથી.
(4) ડુંગળી ખરીદ્યા પછી વેપારીઓ તુરંત પેમેન્ટ કરે છે ત્યારે નાફેડ દિવસો પછી કરે છે.
READ ALSO
- Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું
- જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ
- ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ
- વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ