GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

જંત્રીનો રેટ બમણો થતા  બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે  મુલાકાત

રાજ્ય સરકારે રાતો રાત જંત્રીના ભાવમાં  100 ટકાનો વધારો કરી દેતા બિલ્ડરો ચિંતિત બન્યા છે..અને જંત્રીના ભાવ વધારા મુદ્દે અમદાવાદ ક્રેડાઈ એસોશિયશનના સભ્યો સોમવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે  મુલાકાત કરશે. જેમાં નવા  ભાવ વધારો લાગુ કરવા માટે સમયની માંગ  કરશે.ઉલ્લેખનિય છે કે સરકારે સોમવારથી જ નવા ભાવ લાગુ કરવાની જાહેરાત કરી છે.

આજે જંત્રીના ભાવ વધારા મુદ્દે ક્રેડાઇની બેઠક યોજાઇ.જેમાં TDR, FSI અને NA મુદ્દે ચર્ચા કરવામાં આવી. બિલ્ડર એશોસીયેશનના મતે, નવા ભાવ વધારાના કારણે નવી બની રહેલી યોજનાઓમાં ખરીદદારોને બમણો ખર્ચ ઉઠાવવો પડશે. એસોશિએશનની માંગણી છે કે,  બિલ્ડર રાતોરાત વધારવામાં આવેલી જંત્રીની સમય મર્યાદા સરકાર વધારે,  મે મહિનામાં જંત્રીના ભાવ સરકાર અમલમાં મૂકે તેવી માંગણી કરાશે. નવી શરતની જમીન ખરીદી કરવા જઈ રહેલા ખેડૂતો ઉપર મોટા બોજા અંગે બેઠકમાં ચર્ચા થઈ હોવાનું મનાય છે.

READ ALSO

Related posts

અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો

Nakulsinh Gohil

વિવાદ ઉકેલાયો / કેજરીવાલ સરકારને મળી મોટી રાહત, કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવા આપી મંજૂરી

HARSHAD PATEL

જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ

pratikshah
GSTV