GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર / ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાજ્યની તમામ જેલોમાં ગેરકાયદે પ્રવૃત્તિ મામલે દરોડા

રાજ્યની જેલોમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. આજે 24 માર્ચે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના મોટા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. અઢી કાલાક સુધી ચાલેલી આ બેઠકમાં રાજ્યના ડીજીપી, એડીજીપી, આઈબીના ચીફ હાજર હતા. આ બેઠક બાદ રાજ્યની તમામ જેલોમાં ગેરકાયદે પ્રવૃત્તિ મામલે એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા જેલમાં દરોડાના દૃશ્યો

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ રાજ્યનું ગૃહવિભાગ એક્શન મોડમાં આવી ગયું છે.  ગેરકાયદે પ્રવૃત્તિ અંગે રાજ્યની તમામ જેલમાં ગૃહ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાઇ રહ્યું છે. અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સેકટર-૧, સેકટર -૨ અને ડીસીપી કક્ષમાં ઉચ્ચ અધિકારીઓએ સેન્ટ્રલ જેલમાં તપાસ હાથ ધરી હોવાની માહિતી મળી રહી છે. ડીજીપી વિકાસ સહાય જેલ વિભાગના વડા કે. એલ. એન રાવ અને આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત ઓપરેશન ઉપર નજર રાખી રહ્યા છે. રાજ્યની 19 જેલોમાં દરોડા પાડવામાં આવ્યાં છે. પોલીસ ઉપરાંત અલગ અલગ એજેન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

સુરત જેલ બહાર પોલીસ કાફલો

અમદાવાદ સાથે જ વડોદરા, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, સુરત વગેરે જિલ્લા જેલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ઉપરાંત વડોદરા અને જામનગરની જિલ્લા જેલમાં મોબાઈલ મળી આવવાની ઘટનાઓ સામે આવી હતી. મોબાઈલ ઉપરાંત જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવવાના સમાચારો સામે આવ્યા હતા.

જામનગર જેલ બહારના દૃશ્યો

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV