GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ગાંધીનગર / સીએમ ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં  11,820 કરોડના સૂચિત રોકાણના 20 MOU સાઈન થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સૂચનને પગલે  આત્મનિર્ભર ગુજરાતના નિર્માણ માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તે દિશામાં સતત આગળ વધી રહ્યાં છે. રાજ્યના જુદાજુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ  ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અંતર્ગત MOU કરવાનો લક્ષ્ય નક્કી કરેલ છે. જેના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પાંચ તબક્કામાં કુલ 56 જેટલાં MOU  પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેના પગલે ગુજરાતમાં કુલ 79,375 કરોડ રૂપિયાનું સૂચિત મૂડી રોકાણ કરવામાં આવ્યું છે. આ MOUને કારણે અદાજીત 55 હજાર રોજગારીની નવી તક ઉભી થશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે 20 માર્ચે વિવિધ ઉદ્યોગકારો સાથે 20 જેટલા MOU કર્યા હતા જેમાં રાજ્ય સરકાર પાસે 11,820 કરોડ રૂપિયાનું સૂચિત રોકાણ આવશે, અને 16100 જેટલી રોજગારીની નવી તકો ઉભી થશે, આજે ગાંધીનગર ખાતે વિવિધ કંપનીઓએ રાજ્ય સરકાર સાથે MOU  કર્યા હતા જેમાં લિથિયમ આયર્ન બેટરી મટીરીયલ્સ એન્ડ એડવાન્સ ફાર્મા ઇન્ટરમીડીયેટ, ડેન્સ સોડા એસ ફૂડ પ્રોસેસિંગ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, એપીઆઈ, ડ્રાફ્ટ ડ્યુપ્લેક્સ પેપર બોર્ડ સહિતની વિવિધ પ્રોડક્ટ ધરાવનારી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે તૈયારીઓ દાખવી છે.

આ ઉદ્યોગ દહેજ, સાયખા, ઝઘડિયા, સચિન, સરીગામ અને અંકલેશ્વર તેમજ ધોળકા અને દ્વારકા ખાતે પોતાના ઉત્પાદન એકમો પ્રસ્થાપિત કરવાનું પણ રાજ્ય સરકારને જણાવ્યું છે. આ દરમિયાન રાજ્યના ઉદ્યોગ પ્રધાન, નાણાપ્રધાન સહિત રાજ્યના ચીફ સેક્રેટરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV