GSTV
Ahmedabad Trending ગુજરાત

ભાજપનો ભવ્ય વિજયોત્સવ : સી.આર. પાટીલની કોર્પોરેટરોને સાનમાં ટકોર, ‘તમે પાર્ટીની તાકાત પર જીત્યા છો, નહીં કે તમારા દમ પર’

રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત બાદ અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર આજે વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઇઓ ખવડાવી જીતની ઉજવણી કરી હતી. સી.આર.પાટીલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મીઠાઈ ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. વિજયોત્સવ નિમિતે યોજાયેલી સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સહિતના ભાજપના નેતાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મનપાની ચૂંટણીમાં જીત બદલ તમામ પ્રજાજનો તેમજ કાર્યકરોનો આભાર માન્યો.

અમે તો કહીએ છીએ કે વિપક્ષ રહે, પરંતુ જનતા જ નથી ઇચ્છતી : CM રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘મનપાની ચૂંટણીમાં ભાજપને 80 ટકા કરતા વધુ મતો મળ્યાં છે. રાજ્યના પ્રજાજનોએ ફરી એક વખત ભાજપ પર વિશ્વાસ મુક્યો છે અને આ વિશ્વાસ એળે નહીં જાય તેની હું ખાતરી આપું છું.’ મુખ્યમંત્રીએ ફરી એક વખત કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ‘અમે તો કહીએ છીએ કે વિપક્ષ રહે પરંતુ જનતા જ નથી ઇચ્છતી કે કોંગ્રેસ રહે.’

જનતા હંમેશા ભાજપની સાથે જ : પાટીલ

તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પણ ચૂંટણીમાં જીતનો જશ પ્રજાજનો તેમજ ભાજપના કાર્યકરોને આપ્યો હતો. સી.આર પાટિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘જનતા હંમેશા ભાજપની સાથે જ છે. ભાજપ વર્ષોથી સત્તામાં હોવા છતાં અહીં એન્ટી ઇન્કમબન્સી જેવું કંઇ જ નથી. જીતેલા ઉમેદવારોએ હવે આભાર દર્શન શરૂ કરવું જોઈએ. આવતી કાલથી જ મતદારોના આભાર દર્શનની શરૂઆત કરો, કારણ કે ભાજપે જે કહ્યું છે તે કર્યું છે.’ આ સાથે જ તેમણે કોંગ્રેસ પર તેમજ સુરતમાં 27 બેઠકો પર જીત મેળવનારી આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતાં.

સુરતમાં આપ ઘુસી ગયું છે તેનો પણ અમે રસ્તો શોધીશું : પાટીલ

સી.આર. પાટીલે જીતેલા કોર્પોરેટરને સંબોધીને જણાવ્યું હતું કે, ‘તમે તમારા દમ પર નથી જીત્યા, પાર્ટીની તાકાત પર જીત્યા છો. કોઇ દિવસ કાર્યકર્તાની ફરિયાદ ન આવવી જોઇએ. જો કોર્પોર્ટર અંગે કોઇ કાર્યકરની ફરિયાદ આવશે તો તેમની સામે પગલાં લેવાશે. ભાજપના તમામ કાર્યકરોને વંદન સાથે અભિનંદન. ટાર્ગેટ 168નો હતો પરંતુ તે ઓછો પડ્યો. ત્યારે હવે ક્યાં પાસું નબળું રહ્યું તે શોધીને તેની પર હવે કામ કરવું જોઈએ. અમદાવાદમાં ધાર્યું પરિણામ ન આવ્યું, એનો વસવસો છે. સુરતમાં જે આપ ઘુસી ગયું છે તેનો પણ અમે રસ્તો શોધીશું. કારણ કે સુરતમાં 120 બેઠક જીતવાનો પ્રયાસ હતો પરંતુ આપ અંદર ઘુસ્યું છે, તો અમે કેવી રીતે પનારો લેવો તે હવે જોઈશું.’

બીજી બાજુ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સ્થાનિક સ્વરાજની 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ ભાજપના હોદ્દેદાર, કાર્યકર્તાઓ અને મતદાતાઓનો આભાર માનીને અભિનંદન પાઠવ્યાં હતાં.

READ ALSO :

Related posts

Amitabh-Jaya Anniversary/ પિતાની આ શરત પર કર્યા હતા લગ્ન, જણાવ્યું સફળ લગ્નજીવનનું રહસ્ય

Siddhi Sheth

જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ

Hina Vaja

તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો

Siddhi Sheth
GSTV