GSTV
Gujarat Government Advertisement

જીવલેણ રોગ/ ગુજરાતમાં આ કારણે વધ્યો મ્યુકરમાયકોસિસ, પરિવારમાં કોરોના દર્દી હોય તો રાખજો આ સાવધાની

દર્દીઓ

Last Updated on May 12, 2021 by Damini Patel

કોરોનાની સારવાર ચાલી રહી હોય ત્યારે અથવા સાજા થયા બાદ ૪૦થી વધુની ઉંમરના દર્દીઓમાં મ્યુકરમાયકોસિસના જીવલેણ રોગનું જોખમ વધી ગયું છે. ડાયાબિટીસ, કેન્સર, કિડની અને કોરોનાના દર્દીને વધુ પડતા સ્ટીરોઇડના ઇન્જેક્શન આપવાથી મ્યુકરમાયકોસિસનું જોખમ જોવા મળે છે.

આ સિવાય ઓક્સિજનના સાધનો જેવા કે, ઓક્સિજન માસ્ક, હ્યુમિડિટીફાયરને યોગ્ય રીતે સ્ટેરીલાઇઝ ન કરાયા હોય તો પણ દર્દીને નાક દ્વારા આ મ્યુકરમાયકોસિસ ફુગ દર્દીને શરીરમાં પ્રવેશે છે અને આંખ, નાક, મગજ અને ફેફસાંમાં ફેલાય છે. ઘરે રહીને પણ સારવાર લઇ રહેલાં દર્દીઓને અપાતા ઓક્સિજનના સાધનો રિ-યુઝ ન કરતાં નવા ખરીદવા તેમજ નિયમિત સ્ટેરીલાઇઝ કરવા ખૂબ જરૂરી છે.

મ્યુકરમાઇકોસિસ

હાલ હોસ્પિટલોમાં પણ દર્દીઓ મોટી સંખ્યામાં એડમિટ છે ત્યારે હોસ્પિટલ સ્ટાફે પણ પૂરતી કાળજી લેવી જરૂરી થઇ પડે છે. આ અંગે વાત કરતાં ન્યુરોલોજિસ્ટ હેલી શાહ કહે છે કે, મ્યુકરમાયકોસિસ એ ચેપી રોગ નથી. જો કોરોનાથી બચવાની પૂરતી કાળજી લઇએ તો આ બીમારીના જોખમને ઘટાડી શકાય છે. હોમ કેર લેતા દર્દીઓએ ખાસ વાત એ ધ્યાને લેવાની જરૂર છે કે ઓક્સિજનના સાધનો પૂરતા સ્ટેરીલાઇઝ થાય છે. આ બીમારીથી મગજની અન્ય ચેતાઓમાં ચેપ લાગવો કે લકવાની પણ અસર થતી જોવા મળે છે. અન્ય સાયનસ દ્વારા મગજના ફ્રન્ટલ તથા ટેમ્પોરલ ભાગમાં આ ફુગ પ્રવેશી મગજનો ચેપ, પરુ સાથે મગજનો તાવ જેવા લક્ષણો સર્જી શકે છે.

ઝાયડસ હોસ્પિટલના ઇએનટી સર્જન ડૉ.લવ સેલારકા કહે છે કે, કોરોનાના દર્દીમાં વકરતી મ્યુકરમાયકોસિસ જો શરૂઆતી સ્ટેજમાં ખ્યાલ આવી જાય તો દર્દીમાં જલદી રિકવરી જોવા મળે છે. ઓક્સિજન સાધનોના યોગ્ય સ્ટેરીલાઇઝ ન થાય તે આ બીમારીનું જોખમ ચોક્કસ રહે જ છે. કોરોનાની પહેલી લહેરમાં મ્યુકરમાયકોસિસના કેસ હતા પરંતુ આ વખતે બીજી લહેરમાં દર્દીઓ વધી ગયા છે અમે ૧ એપ્રિલથી મ્યુકરમાયકોસિસના દર્દીઓની સારવાર શરૂ કરી દીધી છે અને રોજના ૪થી ૫ દર્દી આ બીમારીના સામે આવી રહ્યા છે. હાલ ૨૫થી માંડી ૭૦ વર્ષ સુધીના દર્દીઓ આ બીમારીની સારવાર હેઠળ છે.

કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાયકોસિસના કેસ વધ્યા

મ્યુકોમાયરોસીસ

દિવાળી બાદ કોરોનામાં મ્યુકરમાયકોસિસના કેસ થોડા ઘણા જોવા મળ્યા હતા પરંતુ કોરોનાની બીજી લહેરમાં આ રોગની ઘાતકતા વધી છે તેવું કહેતા ઝાયડસ હોસ્પિટલના સિનિયર ઇએનટી કન્સલ્ટન્ટ ડૉ.મોનાર્ક શાહ કહે છે કે, અત્યારે એકાદ મહિનાથી મ્યુકરમાયકોસિસની તકલીફવાળા દર્દીઓ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. આ ફંગલ ઇન્ફેક્શન ઓપર્ચ્યુનિટીક છે.

ઓક્સિજનના સાધનોના વપરાશથી આ ફંગશ ફેલાય છે તેવા આધારભૂત પુરાવા આપણી પાસે નથી પરંતુ ઓક્સિજનની પાઇપ કે માસ્ક દ્વારા આ ફંગલનું ઇન્ફેક્શન દર્દીમાં નાક દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે તેવી એક શક્યતા જોઇ શકાય છે. જે દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા હોય તેઓએ ખાસ આ વાતનું ધ્યાન રાખવું કે માથાનો દુખાવો, ગાલ કે જડબામાં દુખાવો, આંખની આસપાસ દુખાવો થાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો.

કોરોનાની સારવાર લેતા દર્દીએ ઓક્સિજન લેતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઇએ

ઓક્સિજન

ઓક્સિજનના બોટલ સાથે લાગતું હ્યુમિડિટી ફાયરને સમયે-સમયે સ્ટેરીલ વૉટરથી સાફ કરવું જોઇએ. ઓક્સિજનના સિલિન્ડર પર એફએ વાલ્વ લાગે છે. એફએ વાલ્વની સાથે હ્યુમિડિટી ફાયર લાગેલું હોય છે. જેમાં ડિસ્ટીલ વોટર ભરવાનું હોય છે. જેની ઉપર એક ફ્લો મીટર લાગે છે. ઓક્સિજન ક્યાં ફ્લોથી પાસ થાય છે તે દર્શાવે છે. કોરોના દર્દીઓએ ઓક્સિજન માસ્ક લાંબા સમય સુધી વાપરવું નહીં અને બીજા દર્દીના ઓક્સિજન માસ્ક પહેરવા જોઇએ નહીં.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!