GSTV

ગુજરાતને ત્રેવડો ઝટકો/ કોરોના, ચક્રવાત બાદ રૂપાણી સરકારનું ટેન્શન વધારી રહ્યો છે આ રોગ, રાજ્યની સિવિલોમાં એક હજારથી વધુ કેસ

રોગ

Last Updated on May 18, 2021 by Bansari

કોરોનાની બીજી લહેર જ્યાં ધીમી પડતા કેસો ઘટી રહ્યા છે ત્યાં હવે મ્યુકર માઈકોસિસના દર્દી વધી રહ્યા છે. હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલોમાં મ્યુકર માઈકોસિસના એક હજારથી વધુ દર્દીઓ દાખલ છે. જ્યારે આજે વડોદરામાં એક દર્દીનું મોત થયુ છે.

રોગ

હાલ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ૪૫૦થી વધુ દર્દી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ત્રણ માળની એક બિલ્ડીંગ સંપૂર્ણપણે મ્યુકર માઈકોસિસ ડેઝિગ્નેટેડ કરી દેવાઈ છે.હાલ સિવિલ હોસ્પિટલમાં ૩૬૦થી વધુ દર્દી, કોરોનાની કોવિડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૦થી વધુ અને ડેન્ટલ હોસ્પિટલમાં ૫૦થી વધુ દર્દી સારવાર હેઠળ દાખલ છે.જ્યારે આજે ૩૦ જેટલા દર્દીને રજા અપાઈ છે. હાલ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ૪૫૦થી વધુ દર્દી છે અને હાલ ૧૫થી૨૦ જેટલી સર્જરી રોજ કરવામા આવી રહી છે. વડોદરામાં આજે ૯ નવા કેસ નોંધાયા હતા અને ૧૦ બાયોપ્સી કરવામા આવી હતી. જ્યારે એક દર્દીને રજા અપાઈ અને એક દર્દીનું મોત થયુ હતુ.

રોગ

દર્દી વધતા એક નવો વોર્ડ ઉભો કરવામા આવ્યો

વડોદરામા હાલ ૧૦૮ દર્દી સારવાર હેઠળ છે. દર્દી વધતા એક નવો વોર્ડ ઉભો કરવામા આવ્યો છે. રાજકોટમાં ૨૫ નવા દર્દી દાખલ થયા છે અને હાલ કુલ ૩૭૦ જેટલા સારવાર હેઠળ છે.

સુરતમાં ૧૦ નવા કેસ આવ્યા છે અને ૧૦૭ દર્દી સારવાર હેઠળ છે.ગુજરાતમાં મુખ્ય શહેરોની સરકારી હોસ્પિટલોમાં જ એક હજારથી વધુ દર્દી હાલ મ્યુકર માઈકોસિસના છે. સૌથી વધુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છે. સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના દર્દીઓની મોં અને જડબાની સારવાર કરવામા આવી રહી છે. ડોક્ટરોના મતે કોરોનાના ગંભીર કેસો ઘટવા સાથે મ્યુકર માઈકોસિસના કેસ પણ ઘટતા જશે. જો કે ગત વર્ષની પ્રથમ લહેર બાદ આવેલા મ્યુકર માઈકોસિસના કેસ કરતા બીજી લહેર વધુ પ્રમાણમાં કેસ આવી રહયા છે.

Read Also

Related posts

AMC ફરી શરૂ કરશે પોતાની આ સેવા, BRTSમાં મુસાફરી કરતા મુસાફરોને મળશે સુવિધા

Pritesh Mehta

આવી દિવાળી: અમદાવાદની બજારોમાં જોવા મળ્યો દિવાળીનો ઝગમગાટ ઇલેક્ટ્રોનિક બજારમાં જામી ગ્રાહકોની ભીડ

pratik shah

સાબરમતી પ્રદૂષણ મામલે કોર્ટ મિત્રએ ફેકટ ફાઇન્ડિંગ રિપોર્ટ કર્યો રજૂ, એસટીપી પ્લાન્ટ વ્યવસ્થિત કામ કરતા નથી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!