GSTV
Home » News » હવે તમારુ વાહન કોઇ બીજાને ચલાવવા આપશો તો પણ ભરાશો, જાણી લો આ નવો નિયમ

હવે તમારુ વાહન કોઇ બીજાને ચલાવવા આપશો તો પણ ભરાશો, જાણી લો આ નવો નિયમ

કેન્દ્રના મોટર વ્હિકલ એક્ટમાં રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી, નવા નિયમ 16 સપ્ટેમ્બરથી લાગુ થશે તેમ જણાવ્યું. રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોમાં 50થી વધુ કલમોમાં ફેરફાર કર્યા છે. સામાન્ય જનતાનું ધ્યાન રાખતા તમામ દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે માન્ય રહેશે તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું.

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ આકરો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ ગુજરાત સરકારે રાજ્યમાં વાહનચાલકોને રાહત આપી છે. રાજ્ય સરકારે ટ્રાફિકના નવા નિયમો જાહેર કર્યા છે. તે 16 સપ્ટેમ્બરથી લાગુ થશે.

16 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમો

અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી છે. અનેક લોકો ટ્રાફિકના નિયમોનું ભંગ પણ કરતા હોય છે. આડેધડ હંકારાતા વાહનોને કારણે દરરોજ અકસ્માતની અનેક ઘટનાઓ બને છે. ટ્રાફિકના કાયદા તો છે પરંતુ તેનો કડકાઈથી અમલ થતો નથી.

 આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. આ મામલે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. આમ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ બનાવેલા નિયમો મુખ્યમંત્રી રૂપાણીએ ફેરવી નાંખ્યા છે.

દંડના નિયમોમાં ફેરફાર

રાજ્ય સરકારે કેન્દ્રના દંડના નિયમમાં ફેરફાર કરતાં લાયસન્સ, વીમો, પીયુસી, આરસી બુક વગર પહેલી વખત પકડાય તેને 1500 રૂપિયાનો દંડ, જ્યારે બીજી વખત પકડાય તેને 1000 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત હેલમેટ નહીં હોય તો 500 રૂપિયાનો દંડ, સીટ બેલ્ટ બાંધ્યો ન હોય તો 500 રૂપિયા દંડ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતાં પહેલી વખત પકડાય જોવ તો 500 રૂપિયા દંડ, બીજી વખત પકડાય તેને 1000 રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે.

કોઇ બીજાને વાહન આપશો તો પણ ભરાશો

નવા નિયમો અનુસાર જો કોઇ પોતાનું વાહન અન્ય વ્યક્તિને ચલાવવા આપે અને તેણે નિયમોનો ભંગ કર્યો તો વાહન ચલાવનારની સાથે વાહનના મૂળ માલિકે પણ દંડ ચુકવવો પડશે. વાહન ચલાવનાર અને વાહનના માલિકે 3-3 હજારનો દંડ ચુકવવો પડશે.


16 સપ્ટેમ્બરથી લાગુ થશે આ નવા નિયમો

  • 50થી વધુ કલમોમાં ફેરફાર
  • 16 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ થશે
  • સામાન્ય જનતાનું અમે ધ્યાન રાખ્યું
  • હેલમેટ નહીં હોય તો 500 રૂપિયાનો દંડ
  • સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો 500 રૂપિયા દંડડ
  • નો પાર્કિગમાં પાર્કિગ કરવા બદલ
  • ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પહેલી વખત પકડાવ તો 500 રૂપિયા દંડ
  • લાયનસન્સ, વીમો, પીયુસી, આરસી બુક નહીં હોય તો 1500 રૂપિયાનો દંડ
  • પહેલી વખત પકડાશે તો 500 રૂપિયનો દંડ
  • બીજી વખત પકડાશે તો 1000 રૂપિયાનો દંડ
  • ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો માન્ય રહેશે
  • જયાં કડકાઈની જરૂર છે ત્યાં કડક નીતિ અપનાવવામાં આવશે
  • 50થી વધુ કલમોમાં ફેરફાર
  • 16 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ થશે
  • સામાન્ય જનતાનું અમે ધ્યાન રાખ્યું
  • હેલમેટ નહીં હોય તો 500 રૂપિયાનો દંડ
  • સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો 500 રૂપિયા દંડડ
  • નો પાર્કિગમાં પાર્કિગ કરવા બદલ
  • ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પહેલી વખત પકડાવ તો 500 રૂપિયા દંડ
  • બીજી વખત પકડાવ તો 1000 રૂપિયા દંડ

Read Also

Related posts

આ શહેરમાં માત્ર એક કલાકમાં જ વસુલાયો એક લાખો દંડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva

જૂનાગઢ પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન કરતા ચાલકોને કઈક આવી આપી સરપ્રાઈઝ

Nilesh Jethva

આ શહેરના વકીલ મંડળના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાયકલ લઈને પહોચ્યાં ઓફિસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!