GSTV
Home » News » મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોઈએ તેટલો વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોઈએ તેટલો વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત

એક બાજુ દેશના ઉત્તર ભારત, આસામ, બિહાર, કેરલ સહિત અડધાથી વધુમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. તો ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. પહેલા જ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોઈએ તેટલો વરસાદ થયો નથી. તેમાંય ઉત્તર ગુજરાતના મોટાભાગના પંથકો કોરાધાકોર છે. તો હવે રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. જ્યાં પૂરતો વરસાદ થયો નથી ત્યાં ખેડૂતો ચિંતિત બન્યાં છે. તેવામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધુ વધી છે. હવામાન વિભાગે પણ હમણાં કેટલાક દિવસ ગુજરાતમાં વરસાદ નહીં થાય તેવી આગાહી કરી છે.

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!