GSTV
Home » News » વરસાદ ઓછો થતાં ધાન્ય, કઠોળ, કપાસ અને તેલીબિયાં પાકોનું ઉત્પાદન ઘટશે

વરસાદ ઓછો થતાં ધાન્ય, કઠોળ, કપાસ અને તેલીબિયાં પાકોનું ઉત્પાદન ઘટશે

આ વર્ષે રાજ્યમાં 26 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ત્યારે વરસાદની ઘટને લઈને રાજ્યમાં વાવેતર થતા ખરીફ પાક, તેલિબિયા પાક, કઠોળ પાકમાં તફાવત નોંધાયો છે. જેમાં કપાસ અને મગફળીના પાકમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.

ગુજરાતમાં કૃષિ વિકાસની વચ્ચે આ વર્ષે વરસાદે ખેડૂતોને દગો દેતાં ઉત્પાદનમાં મોટો ઝાટકો લાગે તેવી સંભાવના છે. રાજ્યમાં તમામ મુખ્ય ખરીફ પાકોના ઉત્પાદનના અંદાજો નીચા મૂકાયા છે. આ વર્ષે વરસાદની ઘટના કારણે ધાન્ય, કઠોળ, કપાસ અને તેલીબિયાં પાકોનું ઉત્પાદન ઘટશે.

અનિયમિત ચોમાસું રહેતાં આ વર્ષે રાજ્યમાં વાવેતરની સ્થિતિ જોઈએ તો ડાંગરનું 8.05 લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થયું છે.ધાન્યપાકોનો વાવેતરનો આંક 13.42 લાખ હેક્ટરે પહોંચ્યો છે. વરસાદની ઘટની અસર કઠોળના વાવેતરને વરસાદની અસર પહોંચી છે. મગ અને મઠના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં કઠોળનું કુલ વાવેતર 4.37 લાખ હેક્ટર રહી શકે છે. ગુજરાતના ખરીફ સિઝનમાં સૌથી મોટા ધાન્યપાક ચોખાનું ઉત્પાદન પણ 19.38 લાખ ટન રહેશે.

તેલીબિયાં પાકોમાં મુખ્ય પાક ગણાતા મગફળીના પાકમાં પણ ઘટાડો થયો છે. મગફળીનું પણ ઉત્પાદન ઘટીને 26.95 લાખ ટન રહી શકે છે. ગત વર્ષે મગફળીનું ઉત્પાદન સરકારના અંદાજ અનુસાર 38.43 લાખ ટન રહ્યું હતું.  દિવેલાની વાવણી પણ 5.07 લાખ હેક્ટરમાં થઈ છે. કપાસનું વાવેતર પણ 27.12 લાખ હેકટરમાં થયુ છે. પરંતુ આ વર્ષે ઉત્પાદન ઘટીને 88 લાખ ગાંસડી થવાની સંભાવના કૃષિ વિભાગે લગાવી છે. ગત વર્ષે રાજ્યમાં 114 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થયું હતું. વરસાદની અછતને પગલે એરંડાનું ઉત્પાદન ઘટીને 11.73 લાખ ટન રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ગત વર્ષે એરંડાનું ઉત્પાદન 14.84 લાખ ટન રહ્યું છે. ગુજરાતમાં એરંડાના ઉત્પાદનમાં ઘટાડા સામે રાજસ્થાને ઉત્પાદનમાં 144 ટકાનો વધારો કર્યો છે.

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!