GSTV

ગુજરાતના આ વિસ્તારોમાં પહોંચી મેઘ સવારી, ગરમીથી મળ્યો છૂટકારો

આખરે લાંબા વિરામ બાદ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી હતી. તો ઘણી જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડવાના કારણે લોકોને ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. ગઈ કાલે પડેલા વરસાદથી સૌથી વધારે રાહત અને નુકસાન એમ બંન્ને સુરતવાસીઓને ભોગવવાનો વારો આવ્યો હતો. વરસાદથી લોકોને રાહત તો મળી હતી. પરંતુ બીજી તરફ તંત્રની પોલ ખુલી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે સમગ્ર ગુજરાતમાં ક્યા ક્યા ભારે વરસાદ પડ્યો તેના પર એક નજર કરીએ.

સુરતમાં ત્રણ ઈંચ ખાબક્યો

સુરત સહિત દક્ષિણ ગુજરાત માં મેઘ- મહેર જોવા મળી છે. મોડી રાત્રે શરૂ થયેલા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. રાત્રીના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા દરમ્યાન સુરતમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જેથી ઉધના-ડીંડોલીને જોડતા ગરનાળામાં પાણી ભરાયા. આ સિવાય ઉધના – નવસારી રોડ પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં. જ્યારે સિવિલ હોસ્પીટલના કેમ્પસમાં પણ વરસાદી પાણી ફરી વળ્યાં. જેથી અનેક દર્દીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો. તો બીજી તરફ ઉધના સોસિયો સર્કલ નજીક પણ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો માંડવી, કામરેજ અને મહુવામાં બે-બે ઈંચ, બારડોલી, માંગરોળ, ઓલપાડસ ઉનરપાડામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદથી પાણી ભરાયા

સુરતમાં ફરી એક વખત વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે.પરંતુ મધરાતથી સવાર સુધી વરસેલા ત્રણ ઈંચ વરસાદથી ગરનાળામાં કેડસમા પાણી ભરાયા. જેના કારણે વાહનચાલકો અટવાયા હતા. વરસાદી પાણીમાં સુરતનું ઉધના – ડીંડોલીને જોડતું ગરનાળું તરબોળ જોવા મળ્યું. જ્યાં કેડ સમાં પાણીમાંથી પસાર થતા વાહનો પણ બંધ પડી ગયા. જેથી વાહન ચાલકોની સાથે પેસેન્જરોને પણ હાલાકી પડી. બીજી તરફ ઉધના-નવસારી રોડ પર આવેલ સર્વિસ રસ્તાઓ પણ વરસાદી પાણીથી પ્રભાવિત જોવા મળ્યા. મોડી રાત થી સુરત સહિત દક્ષિણ ગુજરાત માં ભારે મેઘ-મહેર જોવા મળી,જેમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ ફક્ત સુરત શહેરમાં નોંધાયો.

સુરતની ન્યૂ હોસ્પિટલ વિસ્તારમાં ભરાયા પાણી

સુરતમાં પડેલા ધોધમાર વરસાદના પગલે ન્યુ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા. જેથી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો. ત્યારે સુરત મનપાની પ્રી-મોનસુન કામગીરીની પોલ ખુલી છે. સિવિલ સહિત અનેક વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવસારીમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી

આ તરફ નવસારીમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી. જ્યારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

સાવરકુંડલામાં મેઘરાજાની જોરદાર બેટીંગ

આ તરફ સાવરકુંડલા અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ બેટિંગ કરી છે. સાવરકુંડલા તાલુકામાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ પડ્યો. ત્યારે લીલીયાના પાંચતલાવડા, એકલારા અને દામનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો.. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

ભરૂચમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની સવારી પહોંચી

ભરૂચ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરીવાર વરસાદ પડ્યો. મોડી રાત્રે જિલ્લાના નવ તાલુકા પૈકી જંબુસર સિવાય તમામ તાલુકામાં ખેતી ને જીવનદાન આપતો વરસાદ પડ્યો છે. જેમા વાલીયામાં સૌથી વધુ 41 મી.મી, ભરૂચ, અંકલેશ્વર, અને હાંસોટમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ. મ્યુનિ. કમિશનરે સરખી રીતે માસ્ક ન પહેરવા બદલ 1 હજાર રૂપિયાનો દંડ ભર્યાનો કર્યો દાવો

Nilesh Jethva

ભાજપના આંતરિક સર્વેમાં ચોંકાવનારા તારણો : નેતાઓની થઈ ઉંઘ હરામ, પાટીલ મોદીને આપવા માગે છે દિવાળી ભેટ

Mansi Patel

જમીન માફીયા જયેશ પટેલના પ્રકરણમાં નિશા ગોંડલીયા ફરી આવી મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!