GSTV

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, મોન્સુન પ્લાનિંગ ઉપર ફરી વળ્યા પાણી

Last Updated on July 21, 2018 by

રાજ્યમાં શુક્રવારે અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થઇ.તો આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી હતી. જેમાં રાજ્યમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં વરસ્યો હતો.તો આ ઉપરાંત અંકલેશ્વર ખાતે 132 મીમી વરસાદ વરસ્યો હતો. ત્યારે નજર કરીએ રાજ્યના મહત્વના શહેરોના વરસાદી આંકડાઓ પર.

છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં મેઘો મહેરબાન બન્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાડા બાર ઈચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ પર નજર કરીએ તો. રાજયમાં 29 જિલ્લાના 190 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં નર્મદા ના સાગબારા 7 ઈંચ અને સુરતના માંગરોળ તાલુકામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભરૂચ જિલ્લામાં નેત્રંગ, અંકલેશ્વર અને હાંસોટમાં પાંચ ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. તો વળી આણંદ સીટી અને સાબરકાંઠા જિલ્લાના ધનસુરા માં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.રાજયમાં 11 તાલુકામાં 4 ઈંચ થી વધુ વરસાદ વરસ્યો છે. 20 તાલુકામાં 3 ઈંચ થી વધુ વરસાદ વરસ્યો છે.તો 45 તાલુકામાં 2 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં ગઈકાલે વરસેલા વરસાદે ફરી એક વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી પાડી દીધી છે. સ્માર્ટ સિટીનો ઉલ્લેખ કરી પ્રિ-મોન્સૂન અને મોન્સુન એકશન પ્લાનનાં મસમોટાં આયોજનો શાસક રાજનેતાઓ, અધિકારીઓની તડામાર ખર્ચાળ તૈયારીઓ માત્ર કાગળ પર જ રહી જાય છે. પ્લાનિંગ ઉપર પાણી ફરી વળ્યા, તેવી સ્થિતિનું નિર્માણ થયું.  હકીકતમાં નગર આયોજનના નામે મહાપાલિકા મીંડું સાબિત થઈ રહી છે. કેમ કે પાણીના વહેણ, તળાવો, ગૌચરોના નામે આયોજનમાં નામું નંખાઈ ગયું છે, પણ એજ મુદ્દાને નજર અંદાજ કરી દેવાય છે.

પૂર્વ વિસ્તાર તો અણઘડ નગર આયોજનના કારણે નર્કાગાર બની રહે છે. તો પશ્ચિમ વિસ્તાર પણ જલભરાવની ગંભીર સ્થિતીથી બાકાત રહેતો નથી. ગઈકાલે વરસેલા ભારે વરસાદથી શહેરના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા હતા. વિકાસની લહાયમાં પાણીના સ્ત્રોત અને પર્યાવરણની ખો નીકળી જાય છે અને બીજી તરફ સારા વરસાદ પછીયે પાણીનો દુષ્કાળ અને પ્રદૂષણની સમસ્યા મોં ફાડીને ઊભી જ રહે છે. ટાઉન પ્લાનિંગ કરનારાઓ એરકન્ડીશન્ડ ઓફિસોમાં બેસીને પ્લાનિંગ કરે છે તેઓમાં ખાટલે મોટી ખોડ એ છે કે એમનો સંબંધ કુદરત સાથે નથી, કાગળ પરના આયોજનો સાથે છે.

Related posts

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari

મોટી રાહત: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વોટ્સએપ અથવા મિસ્ડ કરીને પણ બુક કરાવી શકશો ગેસ સિલેન્ડર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!