GSTV
Home » News » ધરતીપુત્રો ખુશખુશાલ : બીજા રાઉન્ડમાં મેઘરાજાએ વાવણી કરનારા ખેડૂતોને કર્યા ખુશ

ધરતીપુત્રો ખુશખુશાલ : બીજા રાઉન્ડમાં મેઘરાજાએ વાવણી કરનારા ખેડૂતોને કર્યા ખુશ

ગુજરાતભરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજા સૌરાષ્ટ્રમાં મન મુકીને વરસ્યા હતા. જેના કારણે ધરતીપુત્રો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. અમરેલી સહિતના વિસ્તારોમાં એકંદરે પડેલા સારા વરસાદના કારણે માટીની સુગંધ પ્રસરી ગઈ હતી. ત્યારે આજ રોજ પડેલા વરસાદ પર એક નજર કરવામાં આવે તો….

આણંદ

આણંદના વાતાવરણમા પલટો આવ્યો છે. વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ધીમીધારે શરૂ થયેલો વરસાદ ધોધમાર વરસી જતા વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીના ઉકળાટમાંથી રાહત મળી છે.

અમરેલી

અમરેલીના ખાંભાના ડેડાણ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભા ગીર કાંઠાના ડેડાણ, ત્રાકુડા, નિગાળા, માલકનેસ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વાવણી કર્યા બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે.સાવરકુંડલાના આદસંગ અને થોરડીમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

ડભોઈ

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મંડાણ થઇ રહ્યા છે. ત્યારે ડભોઇ પંથકમાં ઠંડા પવન સાથે ધોધમાર વરસાદનુ આગમન થયું હતુ. ડભોઇ વિસ્તારમાં 24 કલાકના વિરામબાદ પુનઃ વરસાદનું વરસ્યો હતો. વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. તો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઠંડા પવન સાથે વરસેલા વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી હતી.

READ ALSO

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!