GSTV

રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ

રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો છે. જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો રાજ્યના મુખ્ય શહેરોમાં પણ મંગળવારે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે નજર કરીએ રાજ્યના મહત્વના શહેરોના વરસાદી આંકડા પર.

સુરતમાં સતત બીજા દિવસે મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે.છેલ્લા બે દિવસથી હળવાથી ભારે ઝાપટા અનુભવાઈ રહ્યા છે.ગઈકાલે પણ રાતભર સુરતમા  વરસાદ વરસ્યો હતો.જેમાં માંગરોળ અને ઉમરાપાડામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

રાત્રે બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ મિલી મીટરમાં

બારડોલી – 2

કામરેજ – 2

મહુવા – 2

માંગરોળ – 20

ઓલપાડ – નહિવત

પલસાણા – નહિવત

પલસાણા – નહિવત

સુરત શહેર – 9

ઉમરપાડા – 10

કુલ 45 મિલી મીટર વરસાદ ખાબક્યો.

ઉપરવાસમાં ભારે વરસાદને લઈને તાપીના ઉકાઈ ડેમમાં જળસ્તરમાં વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમની સપાટી 306.89 ફૂટ પહોંચી છે. જોકે ગત વર્ષે આજના દિવસે ડેમની સપાટી 315 .98 ફૂટ હતી.  17 ઓગસ્ટે ડેમની જળ સપાટી 300.66 ફૂટ હતી. ઉપરવાસમાં વરસાદ પડતા હાલ ડેમમાં પાણીની આવક પચાસ હજાર 431 ક્યુસેક છે અને 600 ક્યુસેક પાણીની જાવક છે.

Related posts

કામના સમાચાર/ આજથી શરૂ થઇ 392 સ્પેશિય ટ્રેનો, એક ક્લિકે જાણો તમામ નિયમોથી લઇને ભાડા સુધી બધુ જ

Bansari

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!