ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમા સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 12.5 ઇઁચ અને સુરત સિટીમાં 7 ઇંચ વરસાદ વરસ્યા છે. માંડવી અને કામરેજમાં 6 ઇંચ, તાપીના ડોલવણમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. સુરતમાં એક જ દિવસમાં સરેરાશ 5.6 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તેમજ વાંસદાનો કેલીયા ડેમ ઓવરફ્લો થતા આસપાસના 22 ગામોને એલર્ટ કરાયા છે.
શનિવાર રાતથી જ મુશળધાર વરસાદ
સુરતમાં શનિવારે રાત્રીથી જે મુશળધાર વરસાદ શરૃ થયો હતો. તે આજે રવિવારે પણ દિવસના અટક્યા વગર એકધારો વરસતા રહેતા જનજીવન ભારે અસર પહોંચી હતી. શનિવારે સાંજે છ વાગ્યાથી લઇને આજે સાંજે છ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં ઉમરપાડામાં ૧૨.૫ ઇંચ અને સુરત સિટીમાં ૭ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અનેક નીચા વિસ્તારો તેમજ રોડ ઉપર પાણી ભરાયા બાદ જોકે ઓસરી ગયા હતા. સુરત સરેરાશ ૫.૬ ઇંચ વરસાદ ૨૪ કલાકમાં વરસી ગયો હતો.

નવસારી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લામાં છેલ્લા ત્રણ સપ્તાહથી સતત સાંબેલાધાર વરસાદ અને સુંસવાટાભેર પવનથી ઠુંઠવાઈ રહ્યું છે. અને મેઘરાજા બંધ પડે તેની રાહ જોઈ રહ્યાં છે. ઉપરવાસમાં વરસાદને પગલે લોકમાતા પૂર્ણા અને અંબિકા નદી ફરીથી બે કાંઠે વહી હતી. વરસાદને પગલે ખેતીવાડી-પાણીથી તરબતર બની છે. જિલ્લામાં અત્યાર સુધીમાં મૌસમનો સરેરાશ કુલ ૬૪ ઈંચ વરસાદ વરસી ચુક્યો છે. વાંસદા તાલુકાની જીવાદોરી સમાન જુજ અને કેલીયા ડેમમાં રવિવારે સાંજે ૩ઃ૩૦ કલાકે કેલીયા ડેમ ઓવર ફલો થતા ૨૨ ગામોને એલર્ટ કરાયા છે.
આ તાલુકાઓમાં વરસાદો પકડ્યું જોર

તાપી જિલ્લામાં શનિવારે વરસાદની ગતિ દિવસ દરમિયાન ધીમી રહી હતી. સાંજે ડોલવણ, વાલોડ સહીત અન્ય તાલુકાઓમાં વરસાદે ફરી જોર પકડયુ હતું.રવિવારે પણ મળસ્કેથી એકધારો વરસાદ પડતો રહ્યો હતો. જયારે બે દિવસથી ઉચ્છલ તાલુકામાં વરસાદ એકદમ ધીમો થઇ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસથી તાપી જિલ્લામાં વરસાદનું જોર રહેતા ડાંગરનો સારો પાક આવવાની આશાએ ખેડૂતો ખુશખુશાલ જણાઇ છે.
ડાંગ જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી પર આવેલ સુપદહાડ, સૂર્યબરડા, નાનાપાડા-કુમારબંધ અને સતીવાગણ કોઝવે પાણીમાં ગરક થઈ જતા આ માર્ગ રવિવારે સાંજ સુધી બંધ હતાં. જ્યારે નાનાપાડા-કુમારબંધ અને સૂર્યબરડા-સુપદહાડ માર્ગ પર આવેલ કોઝવે સતત ૭ દિવસથી પાણીમાં ગરક છે.વલસાડ જિલ્લામાં ગત સાંજે વરસાદે વિરામ લીધા બાદ આજે સવારથી ફરીથી તમામ તાલુકામાં વરસાદ ચાલુ થયો હતો. જેને લઇ ફરીથી વલસાડમાં વરસાદી માહોલ છવાઇ ગયો હતો. જિલ્લામાં સરેરાશ ૨.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
Read Also
- ઉતાવળ ભારે પડશે/ બેંકનુ એકાઉન્ટ ટ્રાન્સફર કરાવતા પહેલાં આ 5 બાબતો વિચારી લેજો, નહીં તો પાછળથી થશે પસ્તાવો
- વડોદરાના જાંબુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત
- બજેટ 2021-22 : સરકાર ખેડૂતો માટે લઇ શકે આ નિર્ણય, કૃષિ દેવાનું લક્ષ્ય આટલા કરોડ સુધી પહોંચે તેવી શક્યતા
- અમદાવાદના મધ્યઝોનમાં સફાઈ અને ટ્રાફિકની સમસ્યા, સ્થાનિકો રોષે ભરાયા
- આંદોલન/ ખેડૂતોને ફાયદો થાય કે નહીં પણ સરકારને 225 કરોડનો થઈ ગયો, સરકારની ખેડૂતોએ તિજોરી છલકાવી