GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

કોરોના સામે જંગ: CM રુપાણી સહિત ગુજરાતના તમામ ધારાસભ્યોના એક વર્ષ સુધીના પગારમાં કાપ મુકાયો

કોરોનાની પરિસ્થિતીને લઇને કોરોનાની મહામારી સામે લડવાના ખર્ચના સંદર્ભમાં રાજય સરકારે બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે, 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમ.એલ.એ લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે, 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે.

દેશના તમામ સાંસદોના પગારમાં પણ 30 ટકાનો કાપ મુકાયો

વડાપ્રધાન મોદીની આગેવાનીમાં થયેલી આ બેઠક બાદ પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન, મંત્રીઓ અને તમામ સાંસદોએ ઓછી સેલેરી લેવા માટે મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત તમામ મંત્રીઓ અને સાંસદો 30 ટકા ઓછી સેલેરી લેશે. કેબિનેટના આ નિર્ણય બાદ વડાપ્રધાન, તમામ કેબિનેટ મંત્રીઓ અને રાજ્યમંત્રીઓ પોતાના વેતનમાં 30 ટકા કાપ મુકાશે. આ બાબતે કેન્દ્ર સરકારે એક આદેશ પણ જાહેર કર્યો છે. ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પણ એક વર્ષ સુધી પોતાના વેતનમાં 30 ટકા ઓછી લેશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોએ આ નિર્ણય સ્વૈચ્છિક રીતે લીધો છે.

સાંસદોને મળતા ફંડ 2 વર્ષ માટે ખતમ કરાયો

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, સાંસદોને લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડને 2 વર્ષ માટે ખતમ કરવા પર સહમતી લેવાઈ છે. વર્ષ 2020-21 અને 2021-22 માટે ફંડને ખતમ કરી આ પૈસા કોરોના સામે લડવા માટે ઉપયોગમાં લેવાશે.આપને જણાવી દઈએ કે, લોકસભા અને રાજ્યસભાના સાંસદોને પોતાના ક્ષેત્રના વિકાસ માટે દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે. જેને MPLAD ફંડ કહેવાય છે. 2 વર્ષ માટે આ ફંડને હટાવતા સરકાર પાસે 7900 કરોડ રૂપિયા આવશે. આ પૈસા ભારત સરકારના Consolidated Fundમાં જમા રહેશે. આ પૈસાનો ઉપયોગ કોરોના વાયરસ સામે લડવા માટે ઉપયોગમાં લેવાશે.

કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

વડાપ્રધાન મોદીની આગેવાનીમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન કોરોના સામેની જંગ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાન મોદીએ ગરીબ કલ્યાણ યોજનાની સમીક્ષા કરવાની વાત પણ કરવામાં આવી છે. દેશમાંથી અલગ અલગ જિલ્લાના અધિકારીઓ સાથે ફિડબેક લઈ વડાપ્રધાન સામે રાખવામાં આવશે.

READ ALSO

Related posts

સુરતના સુવાલી બીચ પર NDRFની ટીમ તૈનાત, લોકોને દરિયાથી દૂર રહેવા સૂચન

Arohi

સુરતમાં વધ્યો કોરોનાનો ભરડો: આ વિસ્તારોમાં જતાં પહેલાં વિચારજો, જાહેર કરાયા છે હોટસ્પોટ

Bansari

નિસર્ગ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, 90 કિમીની ઝડપે ફુંકાઈ શકે પવન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!