GSTV

રખે ને બાળકને અેકલું ન છોડતા : બે વર્ષમાં 4,803 બાળકો ગુમ થયા છે

Last Updated on February 27, 2018 by Karan

બાળક નજર સામેથી દૂર થાય તો મા-બાપ બેબાકળાં બની જાય, દોડાદોડી કરી મૂકે અને ચૌંધાર અાંસુઅોનાે અાંખોમાંથી દરિયો વહેવા લાગે. અાપણે જાણીઅે છીઅે કે અેક સમયે બાળક ગુમ થયું તો તેને શોધવા માટે અાપણી પાસે સિસ્ટમમાં ઘણા ચેડાં છે. બાળક અે અાપણો જીવ છે. તેને કઇંપણ થાય તો અાપણે ઉંચાનીચા થઈ જઈઅે છે. ચાઇલ્ડ ટ્રાફિંકીંગ અે ભારતની સૌથી મોટી ગુનાખોરી છે. ભીખ માગવા માટે મોટાપાયે બાળકોનો ઉપયોગ થાય છે. બાળક ગુમ થયા બાદ 60 ટકા કેસમાં પોલીસને નિષ્ફળતા મળે છે. જેના માટે અાપણે ચિંતિત હોઈઅે છીઅે. સ્કૂલો બહાર અાજે પણ ટાઈટ સિક્યોરિટી અેટલા માટે જ છે. અામ છતાં બાળકો ગુમ થવાનો અાંક ઘણો મોટો છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 4,803 બાળકો ગુમ થયા હોવાનો સરકારી અહેવાલ છે. સૌથી વધુ બાળકો રાજ્યના 4 મહાનગરોમાંથી ગાયબ થયા છે. ્મદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાંથી 3,042 બાળકો ગુમ થયા છે. જેમાં સરકાર 3,676 બાળકો પરત લાવવામાં સફળ રહી છે. 27 જિલ્લાના 1,127 બાળકો ક્યાં છે તેનો કોઇ પત્તો જ નથી.

ખોયાપાયા નામનું પોર્ટલ ગુમ બાળકોની શોધખોળ માટે લોન્ચ કરાયું છે. જે અંગે હજુ ઘણા અજાણ છે.  બાળ સુરક્ષાના કાયદાઓ અને જોગવાઇ તથા ચાઇલ્ડ કેર હોમ દ્વારા સમગ્ર દેશમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આ સીસ્ટમની શરૂઆત સૌ પ્રથમ વેસ્ટ બંગાળથી શરૂ થઇ હતી. રાજ્યના ગૃહ વિભાગના સંકલનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી દેશના ખોવાયેલ બાળકોનો અદ્યતન ડેટા ડે ટુ ડે અપડેશન કરી જોઇ શકાય છે. ખાસ કરીને ખોવાયેલ બાળકો માટે ‘ખોયા પાયા’ પોર્ટલથી મળી આવેલ બાળકોના માતાપિતા શોધવામાં વધુ સરળતા ઉપલબ્ધ થઇ છે. ગુજરાતમાં કુલ ૧૨૫ જેટલા ચાઇલ્ડ કેર હોમ કાર્યરત છે જેમાં અંદાજે ૫૪૦૦ જેટલા બાળકો રહે છે.  ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્‍ટમ ડેવલપ કરવાથી દેશના તમામ રાજયો સાથે બાળકોના ડેટાની માહિતીનું આદાન-પ્રદાન સહેલાઇથી થઇ શકે છે. આ ઉપરાંત એન્ટી હ્મુમન ટ્રેકિંગ યુનિટની કામગીરી હાથ ધરી છે. સીટીએસ દ્વારા ગુજરાતમાં મળી આવેલ બાળકો અને તેમાં કેટલા સારસંભાળવાળા છે તે જાણી શકાય છે.

 

 

રાજ્યમાં વર્ષ 2016 અને 2017 માં ગુમ થયેલા બાળકો ની સંખ્યા…

જિલ્લો            સંખ્યા

જામનગર          -28
દેવભૂમિ દ્વારકા     -9
સુરેન્દ્રનગર         -5
પાટણ                  -45
સાબરકાંઠા          -13
ખેડા                      -33
મહીસાગર          -42
દાહોદ                  -6
પંચમહાલ           -22
આણંદ                 -7
નર્મદા                 -4
રાજકોટ              -223
વલસાડ               -140
સુરત                   -1256
તાપી                       -11
બનાસકાંઠા             -17
મહેસાણા              -217
કચ્છ                        -162
ગાંધીનગર             -223
અમદાવાદ             -1241
ડાંગ                           -3
ગીર સોમનાથ          -38
પોરબંદર                 -44
અમરેલી                   -133
બોટાદ                      -57
મોરબી                      -81
નવસારી                   -60
ભાવનગર                -169
ભરૂચ                        -180
વડોદરા                    -322
છોટાઉદયપુર              -12

Related posts

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari

Big Breaking / યોગી આદિત્યનાથની કેબિનેટમાં સામેલ થયા 7 મંત્રી, આ નેતાઓએ શપથ ગ્રહણ કર્યા

Zainul Ansari

પરસ્પર લગ્નના વચનો આપીને સંબંધ બનાવ્યા બાદ ‘બ્રેકઅપ’ કરવું બળાત્કાર ન કહેવાય, હાઈકોર્ટનો મોટો ચુકાદો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!