GSTV
ટોપ સ્ટોરી

કોણ હશે ગુજરાતના નવા CM? / રૂપાણી-નીતિન પટેલ પહોંચ્યા કમલમ, થોડી જ ક્ષણોમાં શરૂ થશે કોર કમિટીની બેઠક

cm-rupani-at-kamalm-gnr

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી આપેલા અચાનક રાજીનામાં બાદ હવે રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈને ગાંધીનગર કમલમ ખાતે મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં એક બાદ એક નેતાઓ કમલમાં ધામા નાખી રહ્યાં છે. હાલમાં વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ, સી.આર પાટીલ, કૃષિ મંત્રી આર.સી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. આ સાથે ધારાસભ્યોને પણ કમલમ ખાતે પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાલમાં પૂનમ માડમ, રામભાઈ મોકરિયા, દેવુસિંહ ચૌહાણ સહિતના સાંસદો પણ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે હાજર રહ્યાં છે. આ સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ પટેલ ગાંધીનગર કમલમ ખાતે હાજર રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા પણ કમલમ ખાતે પહોંચ્યા છે.

મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષકોની નિમણૂંક

તદુપરાંત તમને જણાવી દઇએ કે, રાજ્યમાં મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે.

ધારાસભ્યમાંથી જ રાજ્યના નવા મુખ્યમંત્રી હશે : નરેન્દ્રસિંહ તોમર

અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય મંત્રી અને નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમરએ રાજ્યના મુખ્યમંત્રીને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, ‘ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે. પાર્ટી અધ્યક્ષ સાથે ચર્ચા કરીશું. ધારાસભ્યમાંથી જ રાજ્યના નવા મુખ્યમંત્રી હશે.’

narendrasinh-tomar

ગુજરાતમાં અપનાવવામાં આવી શકે છે યુપીની ફોર્મ્યુલા

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં નીતિન પટેલ નવા સીએમ બની શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. નીતિન પટેલના નામની પ્રબળ ચર્ચા ચાલી રહી છે. પાટીદાર નેતા જ સીએમ બની શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. યુપીની ફોર્મ્યુલા ગુજરાતમાં અમલ કરાય તેવી શક્યતા છે. એક મુખ્યમંત્રી અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા રાજ્યમાં અમલમાં આવી શકે છે. જેમાં બંને ડેપ્યુટી સીએમ ઓબીસી સમાજમાંથી બને તેવી શક્યતા સેવાઇ રહી છે.

This image has an empty alt attribute; its file name is DY-CM-NITINBHAI-PATEL-02-1024x683.jpg

વિજય રૂપાણીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે

કમલમમાં ધારાસભ્ય દળની બેઠક પહેલાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલએ મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે અંદાજે 21 કલાક બાદ નીતિન પટેલ મીડિયા સમક્ષ રૂબરૂ થયાં. નીતિન પટેલએ જણાવ્યું કે, ‘વિજય રૂપાણીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે. નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવ્યાં છે. નિરીક્ષકોએ ભાજપના વરિષ્ઠ નેતાઓના મંતવ્ય લીધા છે. ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે મુખ્યપ્રધાનની પસંદગી કરવામાં આવશે.’

સૌને સાથે રાખીને ચાલે તેવાં મુખ્યમંત્રી હોવાં જોઇએ

નીતિન પટેલએ વધુમાં નિવેદન આપતા જણાવ્યું કે, ‘CM અનુભવી હોય તે જરૂરી છે. સૌને સાથે રાખીને ચાલે તેવાં મુખ્યમંત્રી હોવાં જોઇએ. આખું ગુજરાત જેને ઓળખતા હોય તેવા મુખ્યમંત્રી હોવાં જોઈએ. જાણીતો ચહેરો, અને લોકપ્રિય ચહેરો હોવો જોઈએ. દરેક જાતિ-જ્ઞાતિમાં ખ્યાતિ ધરાવતો, સતત મહેનત કરતો મુખ્યમંત્રી હોવો જોઈએ. આ કોઈ ખાલી જગ્યા પુરવા માટેની પ્રોસેસ નથી, ગુજરાતને સફળ નેતૃત્વ મળે તેવી માટેની પ્રોસેસ થશે.’ બધાંને ગમતાને લોકપ્રિય નેતાની પસંદગી પાર્ટી કરે તેવી માંગ નીતિન પટેલે કરી છે. વધુમાં તેમણે નિવેદન આપતા જણાવ્યું કે, ‘CM બનવાની ભાજપમાં કોઈ રેસ નથી ચાલતી, રાષ્ટ્રીય નેતૃત્વ જે નિર્ણય લેશે તે મને મંજૂર હશે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા

pratikshah

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા

pratikshah

અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું

pratikshah
GSTV