આ વર્ષે ખાવી પડી શકે છે મોંઘા ભાવની કેરી, આ છે મોટું કારણ

ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. આ વખતે ડિસેમ્બર ના મધ્યમાં આંબા પર સમયસર ફલાવરિંગ આવવાનું શરૂ થઈ ગયું હતું અને તેનું પ્રમાણ પણ સારા પ્રમાણમાં હતું. જેના કારણે કેરી પકવતાં ખેડૂતો ખુશખુશાલ હતા.

પરંતુ છેલ્લા દિવસોથી કાતિલ ઠંડી પડતા અને સુસવાટા મારતા પવનો લહેરાતા આંબે આવેલા મોર કાળા પડી ગયા અને ફલાવરિંગ ખરવા લાગ્યા છે. જેના કારણે કેરીના પાકને નુકશાનની આશંકાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બની શકે કે આ વર્ષ કેરીનો પાક ઓછો ઉતરે અને કેરીના રસિયાઓને મોંઘા ભાવની કેરી ખાવી પડે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter