GSTV

ગુજરાતઃ 16 વર્ષે દિલ્હીથી પકડાયો ચાર લોકોની હત્યા કરનારો માસ્ટરમાઈન્ડ, તપાસમાં થશે મોટા ખુલાસા

Last Updated on August 14, 2020 by Mansi Patel

ગુજરાતના મહેસાણા જિલ્લામાં વર્ષ 2004માં એક આશ્રમમાં ચાર વ્યક્તિઓની હત્યા કરવા અને રોકડની લૂંટના આરોપી 47 વર્ષના એક વ્યક્તિને એટીએસે ધરપકડ કરી છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે.

પોતાના ગામની મહિલા સાથે ભાગીને લગ્ન કર્યાં

એટીએસે જણાવ્યું છે કે, ગોવિંદ યાદવને દિલ્હીના તેના ઘરમાંથી પકડી લેવામાં આવ્યો છે અને ગુરૂવારે રાજ્યમાં લાવવામાં આવશે. મધ્યપ્રદેશના સિંથારાના મુળ નિવાસી યાદવ 2003માં કથિત રૂપે પોતાની ગામની એક મહિલાની સાથે ભાગીને ગુજરાતમાં આવ્યાં હતાં. ત્યાં છુટક કામ કરીને જીવનનિર્વાહ ચલાવતા હતા. તેણે લગ્ન કરીને મહિલા સાથે ફેબ્રુઆરી 2004માં મહેસાણા જિલ્લાના ઉંટવા ગામની પાસે આવેલા મહાકાળી મંદિર સાથે જોડાયેલા મોતીબા આશ્રમમાં શરણ લીધી. મંદિર અને આશ્રમના પ્રબંધન અમેરિકાથી પરત આવેલા તેના ટ્રસ્ટી ચિમનભાઈ પટેલ (ઉ. 70) કરતા હતા.

2 માર્ચ, 2004ની રાત્રીએ ખેલાયો હતો ખૂની ખેલ

આશ્રમમાં રહેનારા અન્ય લોકોમાં સાધ્વી સમતાનંદ સરસ્વતી (35), કાર્યવાહક કર્મન રાવલિયા (30), અને મોહન લુહાર (45)નો સમાવેશ થાય છે. મહેન્દ્ર સિંહ નામથી રહેતા યાદવે કથિત રૂપે બે માર્ચ 2004ની રાત્રે હથિયારથી હુમલો કરીને ચારોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને બાદમાં તે અને તેની પત્ની આશ્રમના રૂપિયા 10 લાખની રોકડ લઈને ભાગી ગયાં હતાં. ગુજરાત પોલીસે તે અંગે જાણકારી દેનારાના રૂપિયા 51000નું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ તે ઘણા વર્ષો સુધી પકડાયો નહીં અને પોલીસથી બચતો રહ્યો. એટીએસે કહ્યું કે આગળની તપાસ માટે મહેસાણા પોલીસને સોંપી દીધો છે.

Related posts

અહીં પતિની લાશ સાથે આખી રાત સૂવું પડે છે, લડાઈ પછી શારીરિક સંબંધ બાંધવાનો વિચિત્ર રિવાજ

Vishvesh Dave

મસાજ કરાવવા જતા હોય તો આ સમાચાર વાંચી લેજો: હવે સ્પામાં આ કામ કરાવવું જરૂરી, નવા નિયમો જાહેર

Zainul Ansari

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!