GSTV

કોરોના લહેર / રસી લેવા લોકોમાં વધી જાગૃતતા, રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પણ વેક્સિન લેવા લાંબી લાઇનો

Last Updated on July 30, 2021 by Dhruv Brahmbhatt

એક તરફ હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે બીજી બાજુ કોરોનાના કેસો ઘટતા બીજી લહેર પણ મંદ પડી છે. એવામાં વેક્સિનેશન સેન્ટર પર કોરોના વેક્સિન લેવા લોકોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી રહી છે. અલગ-અલગ શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે પણ લોકોમાં રસી લેવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના બોડકદેવમાં સવારથી જ વરસાદ વચ્ચે પણ લોકોની રસી માટે લાંબી લાઇન જોવા મળી હતી.

રાજકોટમાં પણ વેક્સિનેશન કેન્દ્રોની બહાર સવારથી જ લાંબી કતારો

તો બીજી બાજુ રાજકોટમાં પણ કોરોનાની રસી માટે લોકોમાં જાગૃતતા વધી છે. વેક્સિનેશન કેન્દ્રોની બહાર સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. આજે દિવસ દરમ્યાન રાજકોટ શહેરને 11 હજાર ડોઝની ફાળવણી કરાઇ છે. રાજકોટમાં 32 વેક્સિનેશન કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. ગુરૂવારે 13 હજાર ડોઝની ફાળવણી કરાઇ હતી.

નવસારીમાં પણ કોરોના રસી લેવામાં લોકોની લાંબી લાઇન

આ સાથે નવસારીમાં પણ કોરોના રસી લેવામાં લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. જો કે, લોકોમાં હવે જ્યારે ધીરે-ધીરે જાગૃત્તિ આવી રહી છે ત્યારે રસીની અછતને લીધે લોકોને ભારે હાલાંકી વેઠવી પડી રહી છે. વેપારીઓ અને નાના ધંધાર્થીઓને 31 જુલાઈ સુધી ફરજિયાત રસી લેવાના ટાર્ગેટ સામે લોકો રસીકેન્દ્રો પર લાઈનમાં જોવા મળ્યાં હતાં. લોકો રસી લેવા રાતથી જ ચપ્પલો મૂકીને લાઈન લગાવતા હોય છે. જો કે તેમનો નંબર આવે એ પહેલાં જ રસીના ડોઝ ખૂટી જાય છે જેથી તેમને નિરાશ થવું પડે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

IND vs PAK / ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, પાકિસ્તાને 10 વિકેટથી ભારતને હરાવ્યું: ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari

મહત્વનું: NCB અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશ્નરને લખ્યો પત્રો, ચોંકાવનારી વાતનો કર્યો ઉલ્લેખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!